________________
લેખ સંગ્રહ : ૮ :
| પ૭ ] હિત ઈચ્છનારે ક્યારેય પણ કપટ નહીં કરવાનો નિશ્ચય કરે. વિવેકી મનુષ્ય બીજાને ઠગવાને નિષ્ફળ પ્રયત્ન શા માટે કરે ? તેને વિશેષ અધિકાર અધ્યાત્મસાર ગ્રંથથી સમજી લેવો. શ્રી ઉદયરત્નજી પણ કહે છે –સાચામાં સમકિત વસે છ, માયામાં મિથ્યાત્વ–આ વાક્ય હૃદયમાં ધારણ કરી જેમ બને તેમ સરળતા ધારણ કરવી. સરળ મનુષ્ય નિરંતર નિશ્ચિત રહી શકે છે. સાચાને કશે ભય હેતો નથી. આ ગુણ ભૂમિને છે, તેથી ભૂમિ શુદ્ધ કરવાના ઈચછકે જરૂર આ ધારણ કરવા તત્પર રહેવું અને સમકિત પ્રાપ્ત કરવું કે જેથી આત્માની મોક્ષપ્રાપ્તિનો નિરધાર થઈ જાય.
[જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૪૪ ]
ઉત્તમ સત્યધર્મ સત્ય વચન આદરથી બોલવું તે ધર્મ છે. સત્ય વચન દયા ધર્મનું મૂળ છે, કેમકે દયાળુ જને જ સત્ય બેલી શકે છે. સત્ય વચન બોલનારમાં બીજા દોષ હોય તે પણ તે ઘટતા જાય છે. સત્ય આ લોક તથા પરલોક બને ભવમાં કલ્યાણ કરે છે. સાચા ઉપર સૌને વિશ્વાસ બેસે છે. સર્વ ધર્મમાં સત્ય પ્રધાન ધર્મ છે. સંસારસાગરથી પાર પામવાને સત્ય જહાજ સમાન છે. સત્ય સર્વ સદાચરણમાં ઉત્તમ છે. સત્ય સર્વ સુખનું કારણ છે. સત્યથી મનુષ્યધર્મ શોભે છે. સત્યવાનનું સર્વ પુણ્યદાન ઉજજવળ કીર્તિ આપે છે. અસત્યવાદીનું કોઈ પણ ધર્મકાર્ય યશને પાત્ર થતું નથી. સર્વ ગુણમાં સત્ય પ્રથમ પદ ધરાવે છે. સત્યવાનની દે પણ રક્ષા કરે છે. સત્ય બોલનાર જ અણુવ્રતી કે મહાવ્રતી ગણાય છે. સત્ય