________________
[ ૫૬ ]
શ્રી કરવિજયજી ઉત્તમ આર્જવ ધર્મ. આર્જવ એટલે કપટ રહિત સરળપણું, આર્જવ ધર્મનું અંગ છે. તેનું બીજું નામ સરળતા છે. મન, વચન, કાયાની કુટિલતાને છેડી દેવી તે આર્જવ ધર્મ છે. તે પાપને નાશ કરી સુખને આપે છે, માટે કુટિલતા છેડી કર્મબંધનથી મુક્ત કરવા સમર્થ એ આજવ ધર્મ આદર. કુટિલતા પાપબંધનું કારણ છે તથા લોકમાં પણ તેથી નિંદા થાય છે, તેથી આત્મહિતચિન્તક જનોએ સરળ થવું ઘટે છે. જેવું મનમાં ( હૃદયમાં) હોય તેવું મુખથી બોલવું અને તેવું જ ચાલવું તે જ આર્જવ ધર્મ છે. માયા-કપટરૂપ શયને દૂર કરી આર્જવ ગુણવડે હૃદયને બરાબર શુદ્ધ કરવું જોઈએ. તે વગર માયાવીનાં વ્રત, તપ, સંયમાદિક સર્વે નિષ્ફળ કહ્યાં છે. સરળતા મોક્ષમાર્ગમાં સહાયક છે. સરળ ચિત્તવાળામાં જ સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રાદિક ગુણે અખંડપણે વાસ કરે છે. સરળતા અતીન્દ્રિય સુખને ભંડાર છે. આર્જવ ધર્મ વડે અતીન્દ્રિય સુખ પ્રાપ્ત થઈ શકે છે. તે સંસારસમુદ્રને તરવાને જહાજ સમાન છે. કપટીને ભ્રમ ઉઘાડો પડતાં કોઈ તેને વિશ્વાસ કરતું નથી. કપટી માણસ મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ધર્મદ્રોહી, કૃતઘી હોય છે. જિનેન્દ્રને ધર્મ છળકપટ રહિત મનુષ્યમાં જ વસે છે. જેમ વક્ર મ્યાનમાં સીધી તલવાર પેસી શકતી નથી તેમ કપટથી જેનું મન વક્ર છે તેનામાં વીતરાગ માગ પ્રવેશી શકતું નથી. કપટીના બંને ભવ બગડે છે. જે આત્મહિત કરવા ઈચ્છતા જ હે તે માયાચારનો ત્યાગ કરો. કપટ રહિત સરળ ચિત્તવંતની વૈરી પણ પ્રશંસા કરે છે. આજવ ધર્મ, વાન આત્મસ્વરૂપને અનુભવ કરી શકે છે તેથી ખરું આત્મ