________________
[૫૪]
શ્રી કપૂરવિજયજી સહિત બહુમાનપૂર્વક આપવું, તેથી સવિશેષ પુણ્ય બંધાય છે. પુણ્ય કર્મથી જીવને સુખ-શાતાની પ્રાપ્તિ થાય છે.
પુણ્ય કર્મ વિષે ચોપાઈ. સારા વિચારે મનમાં થાય, સત્યપણે નિત્ય વાણી વિદાય ભૂખ્યાને ભોજન અપાય, તરસ્યા જનને પાણી પાય. ૧ નિરાશ્રયને આપે સ્થાન, વિશ્વ રહિતને વસ્ત્રનું દાન ભૂમિ પડેલું દેખી અંગ, આપે બિછાનું રાખી ઉમંગ, ૨ દરદીનાં દુઃખ દેખ્યાં ન જાય, ઔષધ આપી દૂર કરાયા પરદુઃખ દેખી આપ દુભાય, તે દૂર કરવા સત્વર ધાય. ૩ જીવ દયાને દિલમાં વાસ, સમતાકેરે નિત્ય પ્રકાશ ધર્મ વિષે જે પૂરણ પ્રીત, પુણ્ય કર્મતણું એ રીત. ૪
પાપ કર્મ સંબંધી ટૂંક સમજાજેમ સારા કર્મ તે પુણ્ય કર્મ કહેવાય છે તેમ નબળાં– નઠારાં-હીણું કર્મ તે પાપ કર્મ કહેવાય છે. તે વડે જ દુઃખી થાય છે. નીચે દર્શાવેલાં કામો કરવાથી પાપકર્મ બંધાય છે.
૧. કોઈ પણ જીવને પ્રમાદવશ મારી નાખવાથી કે દુઃખ આપવાથી.
૨. કોઈ પણ પ્રકારે (ક્રોધ-લભ-ભય-હાસ્યવડે) જૂઠું બોલવાથી.
૩. પારકી કોઈ પણ વસ્તુ ખરાબ દાનતથી છૂપી રીતે લઈ લેવાથી.
૪. પુરુષે પરસ્ત્રી સાથે કે સ્ત્રીએ પરપુરુષ સાથે મિથુન સેવવાથી. પ. અનીતિ યા અન્યાયથી પૈસા વગેરેને સંગ્રહ કરવાથી.