________________
[ ૬૦ ]
શ્રી કરવિજયજી કરે. જેમ પરિણામની ઉજજવળતા વધતી જાય તથા તપાચરણમાં ઉત્સાહ વધતું જાય તેમ કરવું. વિષયની ઈચ્છાને રે કરીને વિષયે પ્રત્યેને રાગ ઘટાડવો તે તપ છે. તપવડે આત્મકલ્યાણ થાય છે. તપવડે પ્રમાદનો નાશ થઈ શકે છે. તે માટે પ્રમાદ તજી યથાત તપ-આચરણમાં યથાશકિત પ્રયત્ન કરો.
ધનસંપદાદિકની પ્રાપ્તિ પુણ્યાધીન છે. તે પામીને તેને સતુપાત્રમાં યા સક્ષેત્રમાં વિવેકથી લોકેષણ તજીને વ્યય થઈ શકે તો તેની સફળતા છે, નહીં તો તે અનર્થકારી–અનર્થ પરંપરાને વધારનાર થાય છે. ઉત્તમ જ્ઞાનવાન જીવ તો તેને અનતિના માર્ગો પેદા કરવાનું બિલકુલ પસંદ કરતા નથી. માગનુસારીના ૩૫ ગુણમાં ન્યાયસંપન્નવિભવ ગુણ પહેલે વખાણે છે. ભવભીરુ જન તેને વ્યાજબી ગણી લક્ષમાં રાખે છે. અનીતિના માર્ગો ઉપાર્જન થતું દ્રવ્ય લાંબે વખત ટકતું પણ નથી, ત્યારે નીતિના માર્ગો પેદા થયેલું ધન લાંબે વખત ટકી રહે છે અને ઉદાર ભાવના બની રહે છે, તેની ધર્મ. બુદ્ધિ જાગૃત રહે છે. ધન કૃપણની પેઠે સંચય કરી રાખવા માટે નથી, પણ નિઃસ્વાર્થ પણે ઉદાર દિલથી તેને સદ્વ્યય કરવા માટે છે. એવી ઉદાર ત્યાગવૃત્તિથી ઉત્તરોત્તર પુણ્યાનુબંધી પુન્ય બંધાય છે અને નિષ્કામપણે તેને વ્યય કરતાં રહેવાથી આત્મા મમતાબંધનથી મુક્ત થઈ હળવે થાય છે. જે સંતેષભાવ ઘારીને પ્રાપ્તધનથી સુકૃત્યે સેવે છે તેને પાછળથી શાચવા વખત આવતો નથી, પણ જે મમ્મણ શેઠની પેઠે કુપણુતા ગે આરાધ્યાનવશ આયુષ્ય સમાપ્ત કરે છે તેને આ લોકમાં અપવાદ-અપયશ અને પરભવમાં આરંભ