________________
લેખ સંગ્રહ : ૮:
[ ૩૧ ] અચાનક અંત:કરણને અવાજ આવે છે કે રાજ્ય મળ્યા પછી પણ તૃપ્તિ કયાં છે? બે માસા સુવર્ણ માગવા આવેલે હું લેભતૃણવડે કેટલે તણા? કપિલનું હૃદય નિર્મળ હતું તેથી એકાએક તેનો વિચારગ બદલાયે અને તેના પૂર્વ સંસ્કાર જાગૃત થયા. તેને સાચા સુખને માર્ગ સમજાય અને તે જ વખતે તેણે બધો મોહ તજી દીધેનિસ્પૃહ બન્યા અને રાજા પ્રમુખ સૌને વિસ્મિત કરી દીધા. પિતાના અંત:કરણને જાગૃત કરી દીધું. સંતોષ સમાન સુખ નથી. તૃણુ એ જ દુ:ખને પેદા કરનારી દુઃખની ખાણ છે. તે તૃષ્ણા સમાવી દીધાથી કપિલનાં અનેક કર્મ આવરણે ક્ષય પામ્યા. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત બન્યું. સંગરંગથી રંગાઈ ગયું અને ઉત્તરોત્તર ઉત્તમ ચિન્તનનાં પરિણામે આત્મધ્યાન કરતાં કરતાં કપિલ મુનિ કેવળજ્ઞાન પામ્યાં. એમાંથી ગ્રહણ કરવા એગ્ય રહસ્ય આ પ્રમાણે
૧ જેમ લાભ થતો જાય તેમ લાભ વધતું જાય છે. બે માસા માટે કરેલું કાર્ય કરોડથી પણ પૂરું ન થયું, એમ સમજી સતિષ વૃત્તિનું સેવન કરી સુખી થવું ઘટે.
૨ ઘરને તજી સંયમી થયેલે સાધુ સ્ત્રી પર આસક્ત ન થાય, સ્ત્રીસંગ તજીને તેનાથી દૂર જ રહે અને ચારિત્ર ધર્મને સુંદર જાણીને તેમાં જ પોતાના ચિત્તને સ્થિર-એકાગ્ર કરે.
૩ આ ચારિત્રધર્મ વિશુદ્ધ મતિવાળા કપિલમુનિએ વર્ણ છે. તેને જે આચરશે તે જરૂર તરી જશે.
[જે. ધ. પ્ર. પૃ. ૫૪, પૃ. ૧૪]