________________
લેખ સંગ્રહ : ૮ :
[૪૩] ૧૯. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં બ્રાન્તિથી ભિન્ન ભાસે છે. ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે.
૨૦. એકાન્તિક કથન કરનાર જ્ઞાની ન કહી શકાય.
૨૧. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
૨૨. જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિથી જુઓ.
૨૩ ક્રિયા એક ધર્મ છે, ઉપયોગે ધર્મ, પરિણામે બંધ અને ભ્રમ મિથ્યાત્વ છે.
૨૪. સમ્યગ નેત્રને પામી ગમે તે ધર્મશાસ્ત્ર વિચારતાં આત્મહિત પ્રાપ્ત થશે.
૨૫. કૃતનતા જેવો એકે મહાદેષ મને લાગતું નથી, તેથી વસ્તુને યથાર્થ જુઓ.
૨૬. ધર્મનું મૂળ વિનય-વિવેક છે, વરના આ એક વચનને પણ સમજે.
૨૭. અહંદ, કૃતનતા, ઉસૂત્રપ્રરૂપણું અને અવિવેકાચરણ એ માઠી ગતિનાં લક્ષણ છે, એમ સમજી તેને સદંતર ત્યાગ કરે જરૂર છે.
૨૮. જ્ઞાનીઓ સ્વાદના ત્યાગને આહારને ખરો ત્યાગ કહે છે. ૨૯. અભિનિવેશ (કદાગ્રહ) જેવું એકે પાખંડ નથી. ૩૦. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદનાને શાચ