________________
[ કર ]
શ્રી કપૂરવિજયજી પરનિદા એ જ સબળ પાપ માનવું. દુર્જનતા કરી ફાવવું એ જ હારવું એમ માનવું. આત્મજ્ઞાન અને સજજનસંગતિ રાખવી-સેવવી. યેગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે.
૧૧. હજારો ઉપદેશ વચને સાંભળવા કરવાં તેમાંનાં થોડા વચને વિચારવાં એ વિશેષ કલ્યાણકારી છે.
૧૨. કુપાત્ર પણ પુરુષનાં મૂકેલાં વરદ હસ્તથી પાત્ર થાય છે; જેમ છાશથી શુદ્ધ થયેલે સેમલ શરીરને નિરોગી કરે છે.
૧૩. યથાર્થ વચન ગ્રહણ કરવામાં દંભ રાખશે નહિ. હિતશિક્ષા આપનારને ઉપકાર એળવશે નહિ. ખરો માર્ગ ચૂકશે નહિ.
૧૪. મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખશે. પુરુષનાં સમાગમમાં રહે. આહારવિહારમાં અલુબ્ધ અને નિયમિત રહે. સશાસ્ત્રનું મનન કરો. ઉચ્ચ શ્રેણમાં લક્ષ રાખે. એ ન હોય તો તેને સમજીને આનંદ(પ્રસન્નતા ) રાખતાં શીખે.
૧૫. વર્તનમાં બાળક બને, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ બને.
૧૬. રાગ કરે નહીં કરો તો પુરુષ પર કરે; છેષ કરવો નહિ, કરો તે કુશીલ( દુરાચાર) પર કરે.
૧૭. અનંતજ્ઞાન-દર્શન–ચારિત્ર-વર્યથી અભિન્ન (એકરૂપ) એવા આત્માને એક પળ (શેડો વખત) પણ વિચાર કરે.
૧૮. મનને વશ કરવું દોહિલું છે. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું.