________________
[૪૬]
શ્રી કરવિજ્યજી તેને સાર ગ્રહણ કરી લેવા પ્રમાદ તજી, પુરુષાર્થ ખરી દિશામાં કરવો ઉચિત છે. એથી જ એની સાર્થકતા-સફળતા છે.
૪૬. તત્ત્વજ્ઞાનના પ્રકાશથી અહંકાર દોષ ગળી-ટળી જ જોઈએ.
૪૭. અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ લેખાય, તેને અવશ્ય ટાળવું જોઈએ.
૪૮. અહંકાર એ આત્મસાધનમાં ભારે અંતરાયરૂપ છે. અહંકાર ગયો–ટ એટલે અંતર ખજાને ખુલો થયો સમજે. ખરા જ્ઞાનીની પરીક્ષા શીલસદાચારથી થાય છે. કેવળ શાસ્ત્ર અભ્યાસથી નહીં. કલ્યાણનાં અથને માટે એટલે ઈશારે બસ થાય-લેખાય.
[જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૨૧૭ ]
મઘમાંસનિષેધ.” મદ્યપાનનિષેધ–મદ્યપાનથી મદોન્મત્ત બની શેરીમાં (ખાડમાં) બેભાન થઈ પડેલાં મદ્યપાન કરનારાના મુખમાં કુતરા મુતરી જાય છે, ચોરો વસ્ત્ર ચરી જાય છે, છતાં એવા નીચ વ્યસનવશ બની કઈક જ બેહાલ થાય છે તેમની દયા ચિંતવી, જ્યારે તેને નશો ઉતરી જાય ત્યારે તેમની ખરાબ સ્થિતિ થયેલી ને હજી વધારે થવાની છે જે અંતરના પ્રેમથી તેને સમજાવવામાં આવે તે તેના જીવનું આખું જીવન સુધરી જવા પામે છે, એ સ્તુત્ય પ્રયાસ કેવળ કરુણ દષ્ટિથી ઉપકારાર્થે કરે ગ્ય છે. કુમારપાળ મહારાજાએ પોતાના