________________
[ ૫૦ ].
શ્રી કપૂરવિજયજી પોતાનાં જીવનને સફળ કરે છે. સહુ કઈ ખરા દયાળુ ભાઈબહેને તેવા પવિત્ર માર્ગમાં બનતે ફાળે આપી પોતપોતાની ફરજ બજાવે તો ઘણું લાભ થાય એ નિ:સંશય છે.
[ જે. ધ. પ્ર. પુ. પ૪, પૃ. ૨૮૭ ]
શ્રી દેવ-ગુરુના દર્શન-વંદન-પૂજનાદિ પ્રસંગે ભાવિક ભાઈ બહેનને લક્ષમાં રાખવા યોગ્ય
અગત્યની સૂચનાઓ. ૧. સાંસારિક વાત નહિ કરવાની નિશ્ચયવાળી નિરિસહી મુખથી ઉચ્ચારીને પછી જેમાં પ્રવેશ કરીએ એવા જિનમંદિર અને ઉપાશ્રય જેવા ધર્મસ્થાનમાં સંસારી વાતે ન જ કરવી. - ૨. જિનભુવને ૮૪ અને ગુરુ પ્રત્યે ૩૩ આશાતના સમજીને ત્યજવી.
૩. સળગતી અગરબત્તી જ્યાં ત્યાં નહિ મૂકતાં ધૂપદાનમાં જ મૂકવી.
૪. પ્રભુને પ્રક્ષાલન કરવાનું ચોકખું ભરેલું શુદ્ધ વાસણ કાગડા વિગેરે પંખીઓ બેટી જાય એમ ઉઘાડુ ન મૂકવું.
૫. અભિષેક( સ્નાન) કરવાના કલશમાં ચિકાશ ન રહે તેમજ તેમાં લીલફુલ ન બાઝે તેવી ચેકખાઈ રાખતા રહેવું.
૬. પ્રભુના શરીરે અંગલુંછણા માટે શુદ્ધ-પવિત્ર વસ્ત્ર વાપરવું.
૭. પ્રભુની પૂજા-ભકિત કરનાર ભાઈ–બહેનોએ પિતાના પહેરવાના-ઓઢવાના વસ્ત્ર પણ શુદ્ધ ને સફેદ જ વાપરવાં.