________________
૪૮ ]
શ્રી કરવિજયજી સહાય કરી ઉત્તેજન આપનારા પાપીજને તેનાં મહાપાપરૂપ કહો કે જેના પરિણામે નરકાદિકની ભારે યાતનાઓ લાંબા વખત ભેગવી અનંત સંસારભ્રમણ કરતા રહે છે, તેમને શાંતિથી વિવેકસર સમજાવવાથી કઈક જ એવા અઘોર પાપથી પાછા ઓસરતા સંભળાય છે. તેથી સ્વપરને ભારે ફાયદા ઘણા લાંબા વખત માટે થવા પામે છે. આવી ફાયદાકારી હિત પ્રવૃત્તિ બને તેટલી શક્તિ ફેરવીને પણ કરવી ઉચિત જ છે. કસાઈઓ પાસે જઈ તેમને મેં માગ્યા પૈસા આપી, થોડા ઘણું જાનવરોને કઈક ભેળાજને ધર્મબુદ્ધિથી છોડાવવાનું કરતા રહે છે તેથી તે કસાઈઓ તેવા વધારે પડતા પૈસા કમાવાથી ઊલટા પિતાનો નીચ વ્યાપાર ઘટાડવાને બદલે વધારતા સંભળાય છે. તે કરતાં ભાવી પરિણામને ખ્યાલ લાવી તેવી ઘેર હિંસા જ અટકે એમ ડહાપણથી જ વ્યવહાર કરવામાં અધિક લાભ છે.
માં સેવન ને શિકાર માંસાજન તથા શિકારનાં ભૂંડા નાદ-શેખવાળા કુવ્યસનથી કેટલા અનર્થી ને કિંમતી પ્રાણની હાનિ થાય છે તે વિચારવા યોગ્ય છે તેને બદલે સાદે સાત્વિક વનસ્પતિવાળ ખોરાક વધારે ઉત્તમ ફાયદાકારક અને સ્વપરનાં કિંમતી પ્રાણેને પોષનારો છે તેને જેમને સારો અનુભવ મળતાં તેની ખાત્રી યા પ્રતીતિ થયેલી છે તેમણે કેવળ નિ:સ્વાર્થ પણે પિતાને જાતઅનુભવ થયેલ પુસ્તક કે વર્તમાન પત્ર કે લેખો યા ઉપદેશદ્વારા કઈક વખત જાહેર કરેલ જણાય છે,