________________
લેખ સંગ્રહ : ૮ :
[ પ ] પ્રમાદે કહો કે સ્વછંદે ચાલવું મન આવે તેમ કળા મહાલવું એવા સ્વેચ્છાચારથી જીવને રાગ-દ્વેષ ને મોહ-મમતાવશ ઘણું ચીકણું કર્મ બંધાતા રહે છે, તેથી જન્મ-મરણના ફેરા અગણિત કરવા પડે છે. મહાવીર પ્રભુ ઉત્તરાધ્યયનનાં દશમા અધ્યયનમાં શ્રીગૌતમ ગણધરને સંબોધી એક ક્ષણ પણ પ્રમાદ નહિ કરવા ઉપદેશે છે, તે સહુ કઈ આત્માથી જનેને જરૂર આદરવા યોગ્ય છે. તે પ્રમાણે વર્તાય તો થેડા વખતમાં બેડે પાર થાય.
૪૨. આ માનવદેહાદિક દુર્લભ ધર્મ સામગ્રી મહાભાગ્યયેગે સાંપડી છે, તેને યથેચ્છ લાભ લઈ જાણનારની બલિહારી છે.
૪૩. ભેગો ભેગવવાની અતૃપ્રવૃત્તિ તે દરેક જન્મના તે તે જન્મયોગ્ય શરીર દ્વારા આપણને રહ્યા જ કરે છે, માટે અ૫કાળમાં અલ્પ પ્રયાસે સદ્ધર્મ આરાધી લેવાય તે કેવું સારું ?
૪૪. પ્રમાદ એ ભારે રોગ છે. પ્રમાદ એ જ દુઃખ છેદીર્ભાગ્ય છે. પ્રમાદને પરિહરી સદ્ધર્મ સાધી લેવા પુરુષાર્થ કરી લે તે જ સાચું અમૃત છે, તે જ સાચા સુખરૂપ છે તેમ સમજી અનાદિ અવળી ચાલ( અસદવર્તન) તજી દઈ, આત્મસાધના કરી લેવામાં જ ખરૂં ડહાપણ-ચતુરાઈ યા કૌશલ્ય જાણવું ઘટે છે.
૪પ, જ્ઞાન એટલે આત્મ-પ્રકાશ, આ પ્રકાશ દરેક આત્મામાં ભર્યો છે. માત્ર તેને આછાદન કરનારા આવરણે નીકળી જવા જોઈએ અને ઘટનાં દ્વાર ઉઘડી જવા જોઈએ. શાસ્ત્રોને અભ્યાસ આત્મશોધન માટે જ કરવાનું છે એમ સમજી, શાસ્ત્રોને ભણું,