________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૭ ] ૨૩. પ્રભુને નમસ્કાર-હે જગન્નાથ! સમસ્ત જગતને ઉપકાર કરનાર, જન્મ પર્યત આત્મનિષ્ઠ, દયાવીર અને રક્ષક એવા આપને નમસ્કાર.
૨૪. એ સાતે ઘાતક છે-જીવોને મારી માંસ તૈયાર કરનાર, વેચનાર, રાંધનાર, ભક્ષણ કરનાર, વેચાતું લેનાર, અનુમતિ આપનાર અને વહેંચનાર, એ સાતે જનેને શાસ્ત્રકારે ઘાતક ( હિંસક) લેખે છે.
૨૫. મહાત્માઓને દુભવવાનું ફળ-મહાત્મા ગુરુદેવોને દુભવીને જે ભૂમિ પર અમ્રપાત કરાવવામાં આવે તે તેથી દેશને નાશ, મહાદુઃખ, આપત્તિ અને મરણ-ફળ નિચે થવા પામે એ વાત ભૂલવી નહીં.
ર૬ વિષનું દુસ્તરપણું સમજી આત્માથી મુમુક્ષુ જનેએ તેનાથી દૂર રહેવું.
૨૭ ગુણપક્ષપાત-મહાવીર વિષે મારે અનુરાગ (પક્ષપાતી નથી તેમજ કપિલાદિક અન્ય દર્શનીઓ પ્રત્યે દ્વેષ નથી. સુવર્ણની પેઠે ખરી પરીક્ષા કરતાં જેનું વચન યુક્તિયુક્ત લાગે તેને રાવશે સ્વીકાર કરવો જોઈએ, તે હું કરું છું.
૨૮ નાસ્તિ-ચિન્તાતુરોને સુખ કે નિદ્રા હોતી નથી, કામાતુરને ભય કે લજજા હોતા નથી, અતિ લોભ-લાલચીઓને સ્વજન કે બંધુ સંભવતા નથી તેમજ ક્ષુધાતુરને બળ કે તેજ સાંપડતાં નથી. તે તે દુષ્ટ દોષવિકારેને ટાળવાથી જ જીવને ખરી સુખ-શાંતિ મળે છે અને સદગુણે વધે છે.
| [ જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૧૪૫ ]