________________
[ ૩૪ ]
શ્રી કપૂરવિજયજી ૨. ધર્મસેવન શ્રેષ્ઠ છે-વ્યાધિ-વેદનાથી–ભરપૂર આ અસાર સંસારમાં સાચું સુખ નથી એમ જાણવા છતાં, મોહવિકળ મુગ્ધજને જિનાત શુદ્ધ ધર્મનું સેવન કરતા નથી, તેમને પાછળથી ઘણું પસ્તાવું પડે છે.
૩. સંસારભ્રમણ એવી કઈ જાતિ કે નિ નથી તેમજ એવું કેઈ સ્થાન કે કુળ નથી કે જ્યાં સર્વે જીવે અનંતીવાર જમ્યા ને મરણ પામ્યા ન હોય.
૪. શરણ–રાગાદિક સર્વ દોષ રહિત વિતરાગને ઓળખી તેનું જ શરણ લેવું યંગ્ય છે.
પ. વચનમાં દરિદ્રતા ન જોઈએ-પ્રિય વાક્યોના પ્રભાવે સર્વે જીવો સંતોષાય છે તેથી પ્રિય અને હિત, મિત ને મિષ્ટ વચન જ વદવું. તેમાં ઉપેક્ષા ન કરવી.
૬. રક્ષક જ ભક્ષક બને તે– માતા થઈ પુત્રને ઝેર દે, પિતા થઈ તેને વેચે, રાજા થઈ તેનું સર્વસ્વ હરી લે તે પછી ક્યાં જઈને પોકાર કરે?
૭. રોગી ને મનના નબળા લોકે જલ્દી ઉશ્કેરાઈ સ્વપરનું બગાડી દે છે.
૮. ઉદારદિલના સજજને તે સારા વિશ્વને કુટુંબવત લેખે છે. તેઓ બને ત્યાં સુધી કેઈને દુઃખ કે પ્રતિકૂળતા ઉપજાવતા નથી પરંતુ સહુને સુખની સાનુકૂળતા થાય તે પરોપકાર કરે છે.
૯. કૃતકર્મનું જબરું કારણ પણું–જ્યારે તનમનમાં વિકૃતિ પેદા થાય ત્યારે વેદ્યો વાત, પિત્ત કે કફનો વિકાર