________________
લેખ સંગ્રહ : ૮ :
| [ ૨૯ ] જેને વર્યા હોય તેવા નરને દેવાંશી કહ્યાં છે. એ છ દેવાંશીનાં લક્ષણ છે.
૩૫ ચાર પ્રકારને ધર્મ–૧ સુપાત્રમાં દાન (નિષ્કામ સેવા-ભક્તિ) ૨ નિર્મળ નૈતિક શીલનું પાલન, ૩ વિવિધ તપવડે આત્મનિગ્રહ અને ૪ મૈત્રી-કરુણાદિક શુભ ભાવના. એ ચાર પ્રકારના ધર્મને મુનિઓ સંસારસાગરને પાર પામવા ઉત્તમ પ્રહણ તુલ્ય કહે છે.
૩૬ અભયદાનની પ્રશંસા-કઈ એક સુવર્ણ મેરનું દાન દે અથવા સારી પૃથ્વીનું દાન દે, પરંતુ એક જીવને જીવિત દાન દેનારને તેલ ન આવે.
૩૭ દયાનું વિશાળ ક્ષેત્રદાન દેનારા ઉદારદિલને પાત્રાપાત્રની ચિન્તા શી હોય ? જુઓ મહાવીર પ્રભુએ યાચના કરવા આવેલા દીન-વાચક બ્રાહ્મણને અધું દેવદૂષ્ય વસ્ત્ર અનુકંપાવડે આપી દીધું, અપરાધી જીવે ઉપર પણ જ્ઞાનીવિવેકીજનો વિશેષ દયા વષવે છે. જુઓ ! ડંખ દેતા એવા ચંડકૌશિક સપને મહાવીર પ્રભુએ બુઝળે.
૩૮ પવિત્ર વસ્તુની પિછાણ-ભૂમિગત જળ પવિત્ર, પતિવ્રતા નારી પવિત્ર, ધમી રાજા પવિત્ર અને બ્રહ્મચારી જને સદા પવિત્ર કહ્યા છે.
૩૯ જ્ઞાની ગુરુની સાક્ષીએ આદરેલું વ્રત પ્રાણુતે પણ ભાંગવું તેડવું નહીં, કારણ કે વ્રતભંગ કરવાથી નરકાદિનાં અતિ તીવ્ર દુઃખ સહન કરવો પડે છે અને પ્રાણે તો ભભવમાં મળ્યા કરે છે. મતલબ કે સ્વીકારેલા વ્રતને પ્રાણથી પણ અધિક પ્રેમથી સોદિત પ્રયત્નવડે સાચવી રાખી તેની જ પુષ્ટિ કરવી.
[ જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૧૧૨]