________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી ન શકાય તેટલું અમાપ જાણું, ભવ્યજનોએ તેમાં અત્યંત આદર કરવો ઘટે છે.
૨૮ બ્રહ્માચર્ય પાલન વગર જેમ સાધુના બીજા બધા ગુણે નિષ્ફળ કહ્યા છે, તેમ ઉચિત ઉદારતા વગર ગૃહસ્થની બીજી બધી કળાઓ નિષ્ફળ કહી છે.
૨૯ સ્ત્રી અને લક્ષ્મીને જ જેઓ વશ(પરાધીન) બન્યા છે તે મનુષ્યોને અધમ અને સ્ત્રી તથા લક્ષ્મી જેમને વશ વતે છે તેઓને ઉત્તમ કોટિના લેખ્યા છે.
૩૦ વિનય-જિનશાસનમાં વિનયને સર્વ ગુણના મૂળઆધારરૂપ કહેલ છે. સંયત-સાધુ સુવિનીત હોય વિનય-રહિત અવિનીત-વિનય ગુણને અનાદર કરનારને ધર્મ કેવો ને તપ કેવા? અવિનીત જીવ ધર્મ ને તપ કરવા માટે લાયક ન લેખાય. - ૩૧ પાંચ પ્રકારના શૌચ છે.–સત્યશૌચ, તપશોચ, ઈન્દ્રિયનિગ્રહરૂપ શૌચ, સર્વ પ્રાણીદયારૂપ શૌચ અને પાંચમે જળશૌચ કહ્યો છે.
૩૨ પાત્ર પરીક્ષા-કેવળ વિદ્યાવડે અને તપવડે પાત્રતા લેખાય નહીં. જેનામાં વિદ્યા સાથે સદ્દવર્તન હોય તેને જ પાત્ર તરીકે વખાણ્યો છે.
૩૩ ઉદાર ભાવના–આ પિતાને અને આ પારકે એવી ગણના ક્ષુદ્ર ની હોય છે. ઉદાર ચારિત્રવાળાને સારી દુનિયા કુટુંબરૂપ હોય છે.
૩૪ દેવાંશી કે લેખા-દેવપૂજા, દયા, દાન, દાક્ષિણ્યતા, દક્ષતા( ડહાપણ) અને દમ(ઈન્દ્રિયનિગ્રહ) એ છ પ્રકારો