________________
[ ૨૬ ]
શ્રી કરવિજયજી ૯ હાથી જેવા મોટા પ્રાણીનું માંસ ખાનારો બળવાન સિંહ પણ આખા વર્ષમાં ફક્ત એક જ વાર રતિક્રીડા કરે છે તે બુદ્ધિવાન માનવીએ ડહાપણથી મન-ઈન્દ્રિયો પર કેટલો બધો કાબૂ આત્મ કલ્યાણાર્થે રાખવો જોઈએ ?
૧૦ વિષયકષાયને જીતનાર દુઃખ માત્રને જીતી સુખી થાય છે.
૧૧ મહાદિકને વશ પડેલા જીવો બેહાલ થાય તેમાં આશ્ચર્ય નથી.
૧૨ ધર્મપ્રેમી સજજનોના મનોરથો કલ્પવૃક્ષની પેઠે ફળે છે.
૧૩ પવિત્ર ધર્મ સામગ્રી માનવભવમાં જ સાંપડી શકે છે, તે દુર્લભ માનવજન્મ પામી તેને વૃથા ગુમાવી દેવો નહી.
૧૪ પ્રમાદ સામે કોઈ દુશ્મન નથી, તેમ સદુઘમ સામે કેઈ સુબંધુ નથી.
૧૫ વિષયકષાય, વિકથાદિક છંદને તજ્યા વગર મુક્તિ નથી, એમ સમજી આત્માથી ચકોર સજજને ઉત્તમ પુરુષાર્થયેગે પ્રમાદને જીતી લઈ જન્મમરણના અનંતા દુઃખ-ત્રાસથી સર્વથા છૂટી જાય છે.
૧૬ બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરી લેવું, તેમજ નીચ પાસેથી ઉત્તમ વિદ્યા ગ્રહણ કરી લેવી.
૧૭ દયા, દાન અને વૈરાગ્ય, વિધિયુક્ત જિનપૂજન અને વિશુદ્ધ ન્યાયવૃત્તિ એ સર્વ પુન્યાનુબંધી પુન્ય કમાવા માટે થાય છે.
૧૮ પ્રયત્ન અનુસાર વિદ્યાની પ્રાપ્તિ-પુન્યાનુસારે લક્ષ્મીની