________________
[૨૪]
શ્રી કરવિજયજી પ્રયત્ન કરશું તે જન્મમરણજનિત અનંત દુઃખથી મુક્ત થઈ, આપણે પણ પૂર્વ મહાપુરુષોની પેઠે અજરામર ને અવ્યાબાધ એવું શાકવત મોક્ષસુખ પ્રાપ્ત કરી શકશું. અહંકારાદિક કાઠિયાને વશ પડનારા પામર જી સાચા જ્ઞાની ઉપદે. શક સદ્દગુરુનું શરણ લઈ શકતા નથી. તેમને તે ભારે અંતરાયરૂપ બને છે, તેથી તે અહંકારાદિ કાઠીયાને જેમ બને તેમ ત્યાગી જ્ઞાની ગુરુથી સધ મેળવી જલ્દી દૂર કરવા ઘટે. અહંકારાદિક દેષ-દુર્ગુણ કન્યા એટલે આત્માનો ખરો ખજાને ખુલ્ય સમજ. ખરા જ્ઞાનીની પરીક્ષા શીલ–સદાચારથી થાય છે, કેવળ શાસ્ત્ર અભ્યાસ માત્રથી થતી નથી.
નીચે કહેલાં પંદર સ્થાન વડે સાધુ સુવિનીત કહેવાય છે.
(૧) અહંકાર વજી, નમ્ર વૃત્તિ ધારનાર, (૨) અચ પળ-સ્થિર સ્વભાવી, (૩) અમારીસરલ સ્વભાવથી (૪) અકુતૂહલી ( ક્રીડા-કૌતુક રહિત) (૫) પિતાની નાની ભૂલને પણ સમજીને દૂર કરનાર (૬) કોધ કષાયની વૃદ્ધિ થાય તે દુષ્ટ પ્રબંધ નહીં કરનાર (૭) સર્વ સાથે મૈત્રી ભાવને ભજનાર (૮) શાસ્ત્ર ભણીને તેને જીરવી જાણનાર (૯) પાપ કર્મને પ્રતીકાર કરનાર (૧૦) મિત્રો ઉપર કપ નહીં કરનાર (૧૧) અપ્રિય એવા શત્રુનું પણ બૂરૂં નહીં બોલનાર, હિત કરનાર (૧૨) કલેશ-કંકાસથી દૂર રહેનાર (૧૩) જ્ઞાન યુક્ત (૧૪) ખાનદાન-ઉદાર (૧૫) તથા સંયમ-મર્યાદા યથાસ્થિત પાળનાર સુવિનીત કહેવાય છે.
[ જે. ધ. પ્ર. પૃ. ૫૪, પૃ. ૮૦ ]