________________
[૨૨]
શ્રી કપૂરવિજયજી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનુ હુમપત્રક નામનુ દશમું અધ્યયન.
શ્રીગૌતમ ગણધરને સોધી ભગવાને આપેલે અમૂલ્ય અમૃત ઉપદેશ, તે ઉપરથી સહુ ભવ્યાત્માઓએ ગ્રહણ કરી લેવા ચેાગ્ય સાર--એધ.
વૃક્ષનું પાંદડું ખરી જાય છે તેમ શરીર માત્ર જીણુ –ક્ષીણુ થઇ તે ખરી પડી જાય છે. મનુષ્ય દેહનુ પણ એમજ સમજવુ. અનંત સંસારચક્ર-ભ્રમણુમાં ક્રમપૂર્વક–ઉન્નતિક્રમે માનવ દેહ મળે છે. તે માનવ દેહ મળ્યા પછી પણ સુંદર સાધના-આ ભૂમિ અને સાચા ધર્મમાર્ગ પણ બહુ બહુ કષ્ટ પ્રાપ્ત થઇ શકે છે. પંચવિધ વિષયભાગ ભાગવવાની લાલસા તા પ્રાયે દરેક જન્મમાં પૂર્વના તેવા સંસ્કારવશ રહ્યા કરે છે, તેમાંથી મુક્ત થઇ, પ્રમાદ તજી, પુરુષાર્થ કરવાની સૌને ભારે જરૂર રહે છે. તેથી અલ્પ પ્રાપ્ત કાળમાં ખૂબ સાવધાનપણે ચેાગ્ય ધર્મસાધના કરી, સદ્ધર્મની સેવના-આરાધના કરી લેવા ભવ્યાત્માએ કેમ ચૂકે ? પ્રમાદ એ કારમા ( આકરા ) રાગ કે શત્રુરૂપ છે તે અવશ્ય ટાળવા ચેાગ્ય છે. તેને પ્રતિકાર કરવા આ માનવ દેહમાં સારી અનુકૂળતા મળી છે તેથી વિષય-કષાય–વિકથાક્રિક પ્રમાદ તજી સાચી દિશામાં ખની શકે તેટલા પુરુષાર્થ કરવેા એ જ જન્મ-મરણુજન્ય અનતા દુ:ખાને ટાળવા અપૂર્વ અમૃતતુલ્ય છે. એથી જ જીવને સાચુ સુખ સાંપડે છે. ભગવાન મહાવીરે ઉપદેશેલ સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય-શક્તિ, અહિંસા-સયમ-તપલક્ષણ ધર્મનું યથાર્થ આરાધન કરીને પ્રગટ કરી શકે છે. દરેક આત્મામાં