________________
લેખ સંગ્રહ : ૮ :
[૨૩] સત્તારૂપે રહેલી એવી અનંતગુણ-સંપદાને નિજનિજ યોગ્યતાનુસાર પુરુષાતન ફેરવી પ્રગટાવવા માટે શ્રી ગૌતમ ગણધરને સબેધી આપેલો સધ ખરેખર દરેક આત્માથી સજજને એ બરાબર હૃદયમાં ધારી લઈ, અનાદિ પ્રમાદ દોષને તેમજ સ્વછંદ આચરણને દૂર કરી, ખરા સુખદાયક ધર્મમાર્ગના આરાધના માટે દ્રઢ નિશ્ચયપૂર્વક પૂબ પ્રયત્ન કરવો જોઈએ. પ્રભુએ કહેલે એકાન્ત હિતકારી ઉપદેશ ગૌતમ ગણધરાદિકને બહુ રુચ્યો તેથી પ્રમાદ માત્રને દૂર કરી, સાવધાનપણે શુદ્ધ ચારિત્ર ધર્મનું આરાધન કરી તેઓ મોક્ષગામી બન્યા. આપણે પણ અનેકવિધ પ્રમાદાચરણતજી, સાવધાનપણે નિજ યોગ્યતાનુસારે સદગુરુનું સાચું શરણું લહી ઉકત ધર્મ—માર્ગનું આરાધન કરી લેવા કચાશ રાખવી ન જોઈએ. આવી આત્મપ્રેરણાથી અહિંસારૂપ અમૃતનું સેવન કરી ખરા સુખી થઈ શકાશે.
અગિયારમું બહુશ્રુત અધ્યયન સત્ય-સમ્યગજ્ઞાન એટલે આત્મપ્રકાશ. આ પ્રકાશ તે દરેક આત્મામાં ભયે પડ છે. ફક્ત તેની ઉપર પ્રમાદ કહો કે સ્વછંદવશ આવી પડેલાં આવરણે કહે તે દૂર કરવા આપણે સહુએ ખરા જ્ઞાની ગુરુનું શરણ મેળવી, તેમની સાચી ભક્તિ કરી, ધવંતરી વૈદ્ય સમાન તેમના એકાંત હિતકારી ઉપદેશને અનુસરી સત્ય ધર્મમાર્ગે સંચરવું જોઈએ. તેમ કરવા જતાં અનેક વખત જીવને આળસ, પ્રમાદાદિક તેર કાઠીયા નડે છે. તેનું સવિસ્તર વર્ણન સાચા ઉપદેશદ્વારા જાણી, તેમજ સગ્રંથદ્વારા બરાબર સમજી, મેહ અજ્ઞાનવશ રહેલી આપણું ભ્રમણ દૂર કરીને ચાલવા ખરો દ્રઢ