________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૫ ] સુભાષિત ૧ ગુણસાગર એવા (માર્ગદર્શક) ગુરુ વગર વિચક્ષણ માણસ પણ યથાર્થ ધર્મ રહસ્યને જાણું–પામી શકતું નથી– જેમ મોટી આંખવાળે મનુષ્ય પણ દીવા વગર અંધકારમાં દેખી શકતો નથી તેમ.
૨ મંત્ર, દેવ, ગુરુ, તીર્થ, નિમિત્તજ્ઞ, સ્વપ્ન અને ઔષધભેષજમાં જેને જેવી ભાવના તેવી તેને સિદ્ધિ સાંપડે છે.
૩ દ્રવ્યથી દાન, વાણીથી સત્ય, જિંદગીથી ધર્મ–કીર્તિ તેમજ કાયાથી પોપકાર એમ અસારમાંથી સાર કાઢી લેવો જોઈએ.
૪ જળકલેલ જેવી લક્ષ્મી ચપળ છે, ઈષ્ટ સંગે સ્વપ્ન જેવા ક્ષણભંગુર છે, અને પવનના ઝપાટાથી ઉડેલા રૂ જેવું કારમું યોવન છે એમ સમજી તેમાંથી બની શકે તેટલી સુકૃતકમાણી કરી લેવી.
૫ કૃપણનું ધન માત્ર નિષ્ફળ જાય છે. તેને લાભ તે લઈ શકતો જ નથી. - ૬ વાણી સાચી પદવી, જળ છણેલું–ગળેલું પીવું, પગ જોઈને મૂકો અને કામ વિચારીને કરવું.
૭ મૃત પશુ-પંખીઓનાં ચમદિક કામમાં આવે છે, પરંતુ મનુષ્યના મૃત શરીરમાંનું કશું કામમાં આવતું નથી, તેથી શાણું મનુષ્યએ જીવતાં જીવતાં બને તેટલે સ્વપને ઉપકાર કરી લે. ( ૮ મહાતુર જનેને ઈન્દ્રિયદમન દુષ્કર જણાય છે, પરંતુ મેહ-મમતા તજનાર મન-ઈન્દ્રિયોને તથા વિષયકષાયને સુખે દમી શકે છે.