________________
1 ૩૦ ]
શ્રી કપૂરવિજયજી કપલ મુનિના આઠમા અધ્યયનમાંથી નીતરતે
મન એ જ બંધ અને મેક્ષનું કારણ છે. મનને દુષ્ટ વેગ બંધન કરે છે અને મનની નિર્મળતા મુમુક્ષતા જગાડે છે. ચિત્તનું વિવશપણું જીવને કયાં સુધી અવળે ઘસડી જાય છે અને અંતરાત્માને એક જ અવાજ લક્ષ આપવાથી કેવી રીતે જીવને અધપતનથી બચાવી લે છે, તેનો બોધપાઠ કપીલ મુનીશ્વર કે જે આખરે અનંત સુખ પામી મુક્ત થયા છે તેના પૂર્વ જીવનમાંથી મળી શકે છે.
કપિલ કૌસાંબી નગરીમાં એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જમ્યા હતા. યુવાનવયમાં માતાની આજ્ઞાથી શ્રાવસ્તી નગરીમાં આવીને એક પ્રખ્યાત પંડિતને ત્યાં વિદ્યાધ્યયન માટે સ્થિત થયા. યૌવન વય એક પ્રકાર નશે છે. તે નશાને વશ થઈ કેક યુવાનો માર્ગને ભૂલે છે. કપિલ પિતાનો માર્ગ ભૂલ્યા. વિષયભેગની પ્રબલ વાંછા જાગી. વિષયની આસક્તિથી પરિચર્યા કરતી એક દાસીના નેહપાશમાં પડયા. દાસીએ પ્રસૂતિપ્રસંગ માટે પૈસાની માંગ કર્યાથી પિતે મુંઝાયા, પણ તેની જ પ્રેરણાથી તે ધન પ્રાપ્ત કરવા રાત્રિમાં વહેલા ઊઠીને રાજા પાસે જવા ચાલ્યા, પણ ચોરની શંકાથી સપડાયા. રાજાએ ખરી હકીકત પૂછી. તેને વિનંતી કરવાથી છૂટયા અને ઈચ્છિત દાન માગવા રાજાએ તેને છૂટ આપી ત્યારે વિચારમાં પડયે કે, આ માણું કે તે માગું ? તેની લાલસાઓ કઈ રીતે તૃપ્ત થઈ નહી. આખરે આખું રાજ્ય માગવા મન લલચાયું. જેવું તે વચન બહાર કાઢવા જાય છે તે જ ક્ષણે