________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૯] એક ધર્મ જ મનુષ્યને અધિક હોઈ શકે તેથી ધર્મ વિનાના મનુષ્યને પશુ સમાન સમજવા.
કામગની શાન્તિ–કામગની શાતિ વિષયના ઉપભેગથી કદાપિ થવા પામતી નથી. ઘીથી અગ્નિની જેમ ઊલટી આસક્તિ વૃદ્ધિ પામે છે. સંતોષ વૃત્તિ સેવવાથી જ ખરી શાન્તિ થવા પામે છે.
વીર કેણુ?—સંપત્તિ સમયે જેને હર્ષ થતો નથી અને વિપત્તિ સમયે જેને ખેદ થતો નથી એવા ત્રણ ભુવનમાં તિલક સમાન કેઈ વિરલ પુત્રને માતા જન્મ આપે છે. એવા વીર પુરુષે કઈ વિરલા જન્મે છે.
કર્તવ્યનિષ્ઠા-કંઠગત પ્રાણ આવે તે પણ કર્તવ્યકર્મ જ કરવું ચોગ્ય છે. પ્રાણાતે પણ નહીં કરવા ગ્ય અકૃત્ય કરવું નહીં.
ખરા બ્રહ્મચારી–મન, વચન, કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળનારા નૈષ્ઠિક બ્રહ્મચારીની હેડ જગતમાં કોણ કરી શકે ? તેની ઉત્તમ ગતિ જ થાય છે. - નાસ્તિ ભાવ—ઉદ્યમે દારિદ્ર નાસે છે. જાપ કરવાથી પાતક નાસે છે. મૌન ધારવાવડે કલંક નાસે છે અને અપ્રમાદીને ભય નાસે છે–નાશ પામે છે.
જાતિ માત્ર ગુણનું કારણ નથી-શીલસંપન્ન ગુણવાન શૂદ્ધ પણ બ્રાહ્મણ દેખાય અને શીલગુણહીન બ્રાહ્મણ પણ શૂદ્રના સંતાન સમો લેખાય. | સર્વથા મલિનની શુદ્ધિ કયાંથી? જેનું ચિત્ત રાગ, દ્વેષ ને મેહવડે કિલષ્ટ(મલિન) રહે છે, અસત્ય વચન વદવાવડે