________________
[૧૮]
શ્રી કરવિજયજી પુખ્ત ઉંમરે પહેચેલા તરુણમાં પણ શિક્ષણથી સારો ફેરફાર થઈ જાય છે તે બાળકને નાનપણમાંથી નિયમપૂર્વક શારીરિક, માનસિક અને નૈતિક ઉમદા શિક્ષણ આપવામાં આવે તો તે કેવાં ચમત્કારિક કાર્યો કરી શકે?
[જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૪૧ ]
પ્રાસ્તાવિક ધર્મબોધ. દાન પ્રશંસા–દાન ધર્મના પ્રભાવે પ્રાણીઓને વૈરી વશ થઈ જાય છે, વૈર-વિરોધ પણ શમી જાય છે અને શત્રુ પણ મિત્ર-બંધુરૂપ બની જાય છે તેથી દુનિયામાં દાન જ શ્રેષ્ઠ પ્રધાન દેખાય છે.
ધર્મસેવાની મહત્તા-ડાહ્યો માણસ પિતાને અજરામર જે લેખી વિદ્યા અને લક્ષમીને ઉપાર્જવા પ્રયત્ન સેવે અને મૃત્યુએ જાણે બરાબર પકડી લીધો હોય તેમાંથી છૂટી જવા શુદ્ધ અહિંસા, સંયમ અને તપલક્ષણ ધર્મનું ખૂબ સાવધાનપણે સેવન-આરાધન કરે, કેમકે ધર્મ જ એને અકસીર ઉપાય છે.
વિદ્યાપ્રશંસા-શાણું માણસોએ મેટી-વૃદ્ધ અવસ્થામાં પણ બહુ કાળજીથી હિતકારી વિદ્યા ગ્રહણ કરવી. કદાચ આ ભવમાં સુલભ ન થાય તો પણ તે અન્ય જન્મમાં સારા સંસ્કાર સહેજે પ્રાપ્ત થવા પામે.
ધર્મહીન પશુતુલ્ય–આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંજ્ઞા તે મનુષ્યને તથા પશુઓને તુલ્ય હોય છે.