________________
સાચા જૈનત્વની ઓળખાણ
[ ૧૫
જાય તે તેને પણ બેસી જવું પડે. તમારે મન તે અહીંના કાયદા જ પિલા હશે, કેમ? કારણ તમને તમારું માનેલું પ્રત્યક્ષ ફળ દેખાતું નથી, માટે? પણ આવી માન્યતા અને વિચારણે એ કારમી અજ્ઞાનતાનું પરિણામ છે. દુનિયાના કાયદામાં ખામીઓ કે પિલ નીકળે : કારણ કે તે છદ્મસ્થના ઘડેલા છે : પણ શ્રી સર્વદેવે ઘડેલા કાયદાએમાં પિલ હોય જ નહિ. આમ હોવા છતાં પણ “એમાં પિોલ છે” -એમ કહેનારે શરમાવું જોઈએ. તેમ છતાં એમ કહેનારાને શરમ નથી આવતી એમાં કર્મની કઠિનતા આદિ કારણે અનેક છે, પણ એ કારણે વિચારવાને અત્યારે અવકાશ નથી, એ કારણે એ વાત જતી કરવામાં આવે છે, પણ તમારી એ વાત જરૂર ખરી છે કે ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા માનવી એ કઠિન છે, કારણ કે ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવી એ છોકરાના ખેલ નથી. જૈિનસાહિત્ય અને દીક્ષા :
પ્રભુની આજ્ઞા માનનારને દુનિયાનું સઘળું સુખ અને તે સુખની સામગ્રી ઝેર જેવી, અનિષ્ટ લાગે છે અને તે મૂકવાની ભાવનાના અંતરમાં અંકુરા ફૂટે છે. તે જેઓને ગમતું નથી તેઓ જ આજ્ઞા સામે અનિષ્ટ ચેડાં કાઢે છે. હું કહું છું કે રાજીથી નહિ મૂકે, ઈચ્છાથી કે બહાદુરીથી નહિ મૂકે, તે રીતે તે પણ મૂકવું પડશે, જે તમે સાચા બહાદુર તે કઈ દિ છોડશો નહિ. પણ જે રેઈને છેડવું હોય તે મારી સલાહ છે કે હસતે હસતે છેડે. અનિચ્છાએ પણ મૂક્યા વિના તમારે છૂટ નથી, માટે મારી સલાહ છે કે બિચારે! મૂકીને મરી ગયે' તેમ કહેવડાવવા કરતાં “બહાદુર, કે છોડીને ચાલ્યા–એમ કહેવડાવે. તમારે બિચારી બનવું છે કે બહાદુર? પણ તમારે માટે દીક્ષાની વાત કરવાની હજી વાર છે, કારણ કે વિદ્રોહીઓના વિકૃત પ્રચારથી તમારા માટે તે શબ્દ ભયરૂપ, ત્રાસરૂપ અને કારમે થઈ પડે છે ? અરે, તમને એ શબ્દ બગોળા જે લાગે છે પણ હું કહું છું કે તે દીક્ષાને તે રોમેરેામમાં પરિણમાવવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org