________________
સાચું ધર્માભિમાન
[ ૧૦૭ બહુ ભયંકર છે. આજ્ઞાખંડનનાં ફળ એવાં ભયંકર છે, એ અત્યારે ખબર નહિ પડે. જે વખતે આજ્ઞાખંડન આદિના ગે બંધાયેલ કર્મ ઉદયમાં આવશે તે વખતે બેટી દલીલ કામ નહિ આવે. આ તે મેં કુટુંબ માટે કર્યું હતું અને આ તે મેં અમુક માટે કર્યું હતું એ નહિ ચાલે. તમે જ કહોને કે આ બધું સ્ત્રી અને કરાંના ઉપકાર માટે થાય છે કે મહીં કાંઈક બીજુ જ છે? અગિયાર વાગે બધાને ટાઈમસર ખવરાવે છે તે શા માટે? ઉપકાર માટે ?
(સભામાંથી)ઃ “સ્વાર્થ માટે.” આવું ખુલ્લું જ બોલો કે જેથી તમારો કલ્યાણને રસ્તે સરળ થાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારા, ભલે શ્રીમંત, કાયદાના જાણ કે બુદ્ધિના નિધાન હોય પણ તેમની કર્મસત્તા આગળ નહિ ચાલે દાદ કે નહિ ચાલે ફરિયાદ. માટે જ કહેવામાં આવે છે કે થેડી જિંદગી માટે વિષયકષાયમાં મગ્ન બની આ માનવજીવન નષ્ટ કરી દેવું એ કોઈ પણ રીતિએ ઉચિત નથી, અને ધર્મ વિરુદ્ધ વર્તન કરવું તે પોતાના જ હાથે પિતાને નાશ કરવા બરાબર છે. આ વાત વિસરી જવા જેવી નથી. પ્રત્યક્ષ વાતને તે માને :
સભામાંથી: કર્મસત્તાને માને તે ને?”
માનતા જ નથી? તે પછી એક ગોરે અને એક કાળે, એક રાજા અને બીજી પ્રજા, એકની પાસે મશીનગન તે બીજાની પાસે ઘંટડી, એક માલદાર અને એક ભીખારી, આ બધું કર્મસત્તા વગર કોના ગે બન્યું ? તેને જવાબ આપે છતી બુદ્ધિએ બુદ્ધિનું લિલામ કરે તેને કાંઈ ઉપાય નથી. દીવા જેવું હોય ને ન માને, “ઊંહ ઊંહ” કરે ત્યાં શે ઉપાય? માયકાંગલા શરીરવાળાને અગિયાર વાગે ટાઈમસર દાળભાત અને મિષ્ટાન્ન મળે ત્યારે અલમસ્ત શરીરવાળાને રેટ પણ પૂરે મળતું નથી. એકને, એક મિનિટના હજાર મળે, બીજાને બાર કલાકની મહેનત છતાં પણ રીતસરનું ભેજન ન મળે, આ બધાનું કારણ? બેલશે કાંઈ? નાહકના ઘમંડી ન બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org