________________
સમ્યકત્વને મહિમા
૧૫
કઈ પણ સિદ્ધિ માટે તમે ઝૂકી ઝૂકીને ત્રણ ખમાસમણાં દ્યો તે એ વંદના કે વંચના? વંચના અમારી નહિ પણ તમારા આત્માની. તમે અમને ઠગે એની અમને દરકાર નથી પણ વંચના તમારા આત્માની થાય છે એની અમને દરકાર છે. તમે બધા ડાહ્યા અને કુશળ છે. વસ્તુ ને કિયાને થોડો પણ વિવેક ન કરી જાણે, સત્યને અસત્યથી વેગળું ન કરી જાણે, તે તમારી કુશળતાને કયું ઉપનામ આપવું ? ગમે તેવા તેય તમે ધમ, એમ કહ્યા કરીએ, એમને? તમે ન હતી તે અમારું શું થાત, એમ માનીએ? તમે ગમે તેવા હે તે તમને ધમી, દાતાર, શીલવાન, તપસ્વી કહ્યા કરવા અને તમારી ખામી તમારી પાસે ન ધરવી, એમને ? તમે અહીં તમારાં વખાણ સાંભળવા આવે છે કે દેષ સાંભળવા આવે છે ? જેને સંસારના બંધનથી છૂટવું ન ગમે, જેને દુનિયાના રંગરાગ ગમે, તેને અહીં મજા ન આવે. છેલ્લી વખતે તમે પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવે છે ને? એમાં શું આવે છે ? એમાં જે આવે છે, એને પહેલેથી અભ્યાસ કર્યો હોય તે વ્યવહારમાં તમે કહે છેને કે છેલ્લી અવસ્થાના સાધન માટે યુવાવસ્થામાં જેટલું બને તેટલું કમાઈ લેવું. એમ જ અહીં મરતી વખતે જેની જરૂર તેને પહેલાં અભ્યાસ ન કરે તે ક્યાંથી મઝા આવે ? મરતી વખતે તે પુણ્યપ્રકાશનું સ્તવન સાંભળવું પડશે. સંબંધીઓ વ્યવહાર ખાતર એકાદ વાર તે સંભળાવશે. કારણ? કેઈએમ ન કહે કે મરતી વખતે પણ નહોતું સંભળાવ્યું અને એ એક રીતે ઠીક પણ છે. જે મરતી વખતે સાંભળવું છે તે અત્યારે પાંચ વાર વાંચી ને ! અત્યારે વાંચશે, વાંચ્યા કરશે તે મરતી વખતે જે ભાવના પેદા થવી જોઈએ તે થશે. નહિ તે આ કઠોર હૈયા પર, એની છાપ નહિ પડે અને સાધ્ય નહિ સધાય. એ સાંભળવાને-સંભળાવવાને હેતુ તે એ છે ને કે બધાં પાપ ખપી જાય ને મોક્ષની સાધના માટે માગીએ એથીયે ઊંચી ગતિ મળી જાય? જિંદગી સુધીનું કરેલું પાપ એમ ખપે ? એ પાપ ક્યારે ખપે ? એ વખતે પાપ સંભારી આંખમાંથી આંસુ આવે, હૃદયમાં એમ થાય કે મેં આજદિન સુધી ખેડું કર્યું છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org