________________
સાચું જેનપણું શેમાં?
[ ૨૩૭ એ માટે લાખનો વ્યય કરતા. આજે તો આ છે તે પણ કેટલાકને ખટકે છે. મંત્રીશ્વર પિથડશાનું વૃત્તાંત જાણે છે તે સમયે કોઈ એક પ્રદેશ એ હતું કે જ્યાં એક પણ જૈન ન હતું. રાજ્ય મોટું પણ શ્રી જિનધર્મથી વાસિત કેઈ નહિ. મંત્રીશ્વર પેથડશા વિચારે છે કે મારા જેવે મંત્રીપદે હોય અને સમગ્ર પ્રદેશ જૈનધર્મ વિના રહે એ કેમ બને? અનાયાસે પણ લેકના મોઢામાં જિન શબ્દ પસે એવું કરવું જ જોઈએ. એ માટે એ પ્રદેશની રાજ્યધાનીમાં અને મુખ્ય ચેકમાં જ ગગનચુંબી જિનાલય બંધાવવું જોઈએ. જેથી નગરમાં જતાં-આવતાં લોકોનું એ શ્રી જિનાલય પ્રત્યે ધ્યાન ખેંચાયા વિના ન રહે. પણ એ બને કેવી રીતે? પ્રજામાં કોઈ જૈન નહિ અને રાજા અન્યધમી. આખરે મંત્રીએ ઉપાય શોધી કાઢયે. એ રાજ્યના મુખ્ય મંત્રી હેમડના નામે ત્યાં એક દાનશાળા બેલી. પૈસા પિતાના અને નામ હેમડનું. રજને હજાર નૈયાને ખર્ચ. જે કઈ અતિથિ આવે તેની આગતા સ્વાગતા એવી થાય કે કાયમ યાદ કરે. જ્યાં જાય ત્યાં વખાણ કરે. પસા પેથડશાના ખર્ચાય પણ નામ હેમડનું ગવાય. નોકરચાકર બધા હેમડનું નામ જ આપે. ભૂલેચૂકે કઈ પિથલનું નામ ન બોલે તેની પૂરતી તકે દારી. વાત વહેતી વહેતી હેમડના કાને પહોંચી. હેમડ વિચારે છે કે દાનશાળા શી અને વાત શી? હું તે કાંઈ જાણતા નથી તે આ કેવી રીતે બની રહ્યું છે? તેણે તપાસ આદરી. માણસ મોકલ્યા. સૌ એક જ સમાચાર લાવે. મંત્રીશ્વર ! ત્યાં તે આપનું જ નામ દેવાય છે. મંત્રી જાતે ગયા. દાનશાળાના વ્યવસ્થાપકને મળ્યા. પરંતુ એ પણ એમ જ કહે છે. ત્યારે મંત્રી કહે છે કે “ભાઈ! હેમડ તે હું પોતે જ છું. હું તે દાનશાળા ચલાવતું નથી તે આ શી વાત છે? જે સાચું હોય તે કહો.” તક જોઈ કાર્યવાહકે સાચી હકીકત કહી દીધી. મંત્રી વિચારે છે કે જેણે મારા નામે આટલું ધન ખચી નાંખ્યું એનો મારા પ્રત્યે સ્નેહ કે? એ પેથડશાને મળવા ગયે. તેમને મહેમાન બન્યા. પેથડશાએ ભારે સ્વાગત કર્યું પછી હેમડ પૂછે છે કે “મંત્રીશ્વર, આ બધું શું છે? મારી નામનાને પાર રહ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org