________________
૨૮૪]
જીવનસાફલ્ય દર્શન-૧
ઉદાસીન હતી. દીકરે કહે છે, “મા ! આખું નગર, ખુદ રાજા, બધાને આનંદ, આખા નગરમાં આનંદની લહેર ઊછળે અને તું ઉદાસીન કેમ? જાણે મને ઓળખતી જ નથી ?” મા કહે, “દીકરા! આખું નગર તારી મા નથી, હું તો તારી મા છું. નગર તારી બાહ્ય ઉન્ન તિથી રાત્રે પણ તારામાં ગ્ય ગુણો પ્રગટ ન થાય ત્યાં સુધી હું ન રાવ્યું. તે વિદ્યા તે ભણી આવે પણ એ તે પેટ માટેની વિદ્યા. દષ્ટિવાદ ન ભણે ત્યાં સુધી મને આનંદ ન થાય.” દીકરે વિચારે છે કે, કેવું મજેનું નામ? દૃષ્ટિવાદ! વળી મા રાજી ન થાય તે આખું નગર રાજી થાય તોયે શું કામનું ? ' કહો, આ દીકરા કેવા ? માને રાજી કરવા બધું કરવા તૈયાર. દીકરાએ પૂછયું, “મા ! એ કોણ ભણાવે?” મા કહે, “તારા મામા જૈનાચાર્ય છે ત્યાં જા. એ જેમ કહે તેમ કરજે અને ભણીને આવજે.” તમે જાણો છે, આ દૃષ્ટિવાદ શું ? બારમું અંગ – સાધુ થાય એ જ ભણેઆ મા એ ભણવા મોકલે છે. આર્ય રક્ષિતને રાત્રે ઉંઘ ન આવી. સવારે વહેલા ઉઠે. માને કહ્યા વિના જ ચાલવા માંડયું. રસ્તામાં બાપને બ્રાહ્મણ મિત્ર સામે મળે, જે આર્ય રક્ષિતને મળવા આવતો હતે. એના હાથમાં સાડા નવ શેલડીને સાંઠા હતા. તે તેણે આર્ય રક્ષિતને ભેટ આપ્યા. આર્ય રક્ષિતે તેમને કહ્યું કે – “બહાર જાઉં છું ને આ સાંઠા મારી માતાને આપજે અને કહેજે કે આર્ય રક્ષિત ગયે. આર્ય રક્ષિત બુદ્ધિને નિધાન હતો. મનથી નક્કી કરી લીધું કે સાડા નવ ભાગ જેટલું ભણાશે. પેલા બ્રાહ્મણ મિત્રે એની માતાને જઈને સંદેશ આપે અને સાડા નવ સાંઠા આપ્યા. માતાએ પણ નક્કી કર્યું તે દીકરે સાડા નવ પૂર્વ જેટલું ભણશે, પૂરાં દશ પૂર્વ ભણી શકશે નહિ. આર્ય રક્ષિત આચાર્ય ભગવંત પાસે પહોંચ્યા. વિધિ જાણતું ન હતું તેથી ઉપાશ્રયની બહાર ઊભું રહ્યું. એક શ્રાવક નિસહી કહીને અંદર ગયે, આચાર્યાદિ તમામને વંદન કરી આચાર્ય ભગવંત પાસે બેઠેઃ આર્ય રક્ષિતે તે જોયું અને બધું મનમાં ધારી લીધું. પછી એ જ પ્રમાણે વિધિપૂર્વક તે અંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org