________________
૩૦૨
જીવન-સાફલ્ય દર્શન-૧
રીતે અનુમોદનાર અનુમોદના કરે, તે તે ત્રણેને સમાન ફળ મળે; જેમ બળભદ્ર મુનિ, હરણિયું અને સાર્થવાહ.
શ્રી બલભદ્રમુનિ નગરમાં ભિક્ષા લેવા જતા ત્યારે એમના રૂપને જોઈને નગરની સ્ત્રીઓ ગાંડી થઈ જતી. અને કહેવાય છે કે એક દહાડે એક સ્ત્રીએ તેમનું રૂપ જોવામાં ભાન ભૂલીને ઘડાને બાંધવાનું દોરડું ઘડાને બદલે બાળકના ગળામાં ઘાલ્યું. શ્રી બલભદ્રમુનિએ આ અનર્થ થતે જોઈ તે દિવસથી અભિગ્રહ કર્યો કે – હવેથી નગરમાં ભિક્ષા લેવા પણ જવું નહિ, વનમાં જ મળે તે ભિક્ષા લેવી. હમેશાં વનમાં જ તેઓ રહે છે. તેમનો યોગ પામી એક હરણિયું પણ ધર્મમાં શ્રદ્ધાવાળું બની ગયું. આ મહાત્માએ તે વનના સિંહોને પણ શ્રાવક ર્યા હતા. પિલું હરણિયું રેજ અટવીમાં ફરે ને જે કઈ સાર્થવાહ દેખાય તે મુનિને અને સાર્થવાહને ભેળા કરે.
એક વખત કઈ સાર્થવાહ આ છે; હરણિયાએ તે સાર્થવાહને મુનિને વેગ કરાવ્યો. સાર્થવાહ મુનિને ભાવપૂર્વક વહેરાવે છે. વિચારે છે કે, “અહો ! કેવા સુપાત્ર મહાત્મા ! ધન્યભાગ્ય મારાં કે અટવીમાં આવા મુનિનો લાભ મળે !” આ તરફ હરણિયું પણ વિચારે છે કે, અહો ! ધન્ય છે આ સાર્થવાહને કે જે આવી રીતે મહાત્માની ભક્તિ કરે છે !” મુનિવરના પરિણામ તે ઉત્તમ છે જ. ત્રણેય આવી સરખી ભાવનામાં રમે છે ત્યાં અકસ્માત્ થયે. અધી કપાયેલી વૃક્ષની શાખા પડી. ત્રણેય જણ દબાઈ ગયાં અને કાળ કરી ત્રણેય પાંચમા દેવલોકે ગયાં. આમ કરનાર કરે, કરાવનાર ભાવપૂર્વક કરાવે અને અનુમોદનાર સાચા ભાવે બનેની અનુમોદના કરે તે ત્રણેય આ રીતે સરખું ફળ પામે. કેઈ વાર કરનાર કરતાં કરાવનાર તથા અનુમોદનાર વધી પણ જાય. છતાં વ્યવહારમાં તે કરનાર જ ઉત્તમ કહેવાય. ઘણાએ ગરીબે શ્રીમંતે કરતાં પણ સુખી હોય છતાં વ્યવહારમાં સુખી શ્રીમંત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org