________________
૩૦૦ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
જલદી જા, નહિ તે હમણું બલભદ્રજી આવશે તે મારા પ્રેમના યોગે તને મારી નાંખશે. તું આ મુદ્રિકા લઈને પાંડ પાસે જા અને એમને કહેજે કે દ્વારિકા આ રીતે બળી ગઈ અને કૃષ્ણજી ભયંકર અટવીમાં આ રીતે મૃત્યુ પામ્યા.” જ્યારે દ્વારિકા બળતી હતી ત્યારે લેકે નાસભાગ કરતા હતા પણ દેવતા તેમને લાવી લાવીને ત્યાં પટકતા હતા. દેવતાએ ઉદ્દઘોષણા કરી કે બચવાને એક જ રસ્તો છે. જેમાં શ્રી નેમિનાથ સ્વામી પાસે જવા તૈયાર હોય તેમને ત્યાં મૂકી આવવામાં આવશે; તે સિવાય કંઈ બચી શકશે નહિ. નાસવાને પ્રયત્ન કરનાર કેઈ છટકી શકશે નહિ.” કહો ! આવા સમયે પણ શ્રી નેમિનાથ સ્વામીના શરણે જઈ સંયમી થનારા કેટલા નીકળ્યા ? સંસારની આસક્તિ, વિષય કષાયની પિપાસા કેટલી બળવાન છે એ જાણવા માટે આ અજબ પ્રસંગ છે. એ દ્વારિકાને બળતી જોઈ અસહાય પણે કૃષ્ણજી ચાલી નીકળ્યા. અટવીમાં ગયા ત્યાં જરાકુમારનું બાણ વાગ્યું. જરાકુમારને મુદ્રિકા આપી જલ્દી ત્યાંથી ચાલ્યા જવાનું અને પાંડવો પાસે જઈને સમાચાર આપવાનું કહ્યું. જરાકુમાર ગયા પછી પાછી શ્રી કૃષ્ણ મહારાજની લેશ્યા ફરી. કષાયના આવેશમાં બોલે છે કે –“ ઊભે રહે? તું મને બાણ મારીને ક્યાં જાય છે? હમણું તને ખતમ કરી નાખું !” ભાવનાને આ પલટો કેના જોરે ? એ પુદ્ગલના જોરે, કૃષ્ણલેશ્યાના પ્રતાપે. બળવાન આત્માના પણ ગુણને જડને ભયંકર રોગ ભુલાવી દે છે. આત્મસત્તા વધે કે કર્મસત્તા?
આત્માની શક્તિ અનંત છે પણ એ અનંત શક્તિવાળા આત્માને નાને સરખે હીરે કે દુન્યવી સામાન્ય વસ્તુઓ વશવતી કેમ બનાવી દે છે ? એ ખાસ વિચારવાનું છે. જડની સાથેની ગાઢ મિત્રાચારીવાળાને જડ છોડવાનું કહે એ કેવા લાગે? જે સારા લાગે છે તે સાંભળનારને આત્મા જાગૃત છે એમ મનાય.
શ્રી નંદીષેણને દેવીએ બૂમ મારી કહ્યું હતું કે – “નંદીષેણ ! ભેગાવળી ઘણું બાકી છેનંદીષેણ બેલ્યા - ભેગાવળી કેવાં?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org