________________
પરિશિષ્ટ-૧.
[ ૩૨૫
(૧૨) સુરત, સંઘાડીયાવાડ, તા. ૨૮-૮-૧૯૨૯ જૈન પ્રવચન” વર્ષ ૧ લું અંક ૬ ઠે રવીવાર તા. ૨૧-૭-૨૯ અંકમાં પાને ૧૨ કલમ ૨ માં જે નીચેનું વાક્ય છે “જૈનેના ઘેર પણ દારૂના શીશા અને ઇંડા ચટણીની જેમ ખવાય છે તે, બીજા બાકીના લખાણ સાથે વાંચી જતાં, મારા અભિપ્રાય પ્રમાણે “માત્ર કેટલાક જૈનેને” લાગુ પડે. “સર્વે જૈનોને લાગુ પડી શકે નહિ.
લિ: માણેકલાલ ચુનીલાલ સુતરીઆ એમ. એ. એલ. એલ. એમ. એડવોકેટ
(૧૩) જૈન પ્રવચનના તા. ૨૧મી જુલાઈ સને ૧૯૨હ્ના અંકમાં “તરકડી કરતાં વટલેલી બ્રાહ્મણ ભૂંડી” એ મથાળાવાળા લેખમાં અભક્ષ્યાભક્ષ બાબતમાં પાને ૧૨ મે જે પ્રવચન છે તે ભક્ષ્યાભક્ષથી થતી હિંસાના પ્રચારના અટકાવ માટે જૈનેને સુચન છે, એ પ્રવચનને અર્થ કરતાં દરેકે દરેક માણસ જે જૈન છે તે તેમ કહેલું કૃત્ય કરે છે એ અર્થ ઉપસ્થિત થતું નથી. અહિંસક આર્ય સંસ્કૃતિ જ્યારે અનાર્ય સંસ્કૃતિવાળા લેકે સ્વીકારતા જવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અનાર્ય સંસ્કૃતિની નકલ કરીને તે સંસ્કૃતિથી ઉત્પન્ન થતા અનાર્ય આચાર સ્વીકારનારા અને તેને પ્રચાર કરનારાઓને ચેતવણું તરીકે પ્રવચન થયેલું સમજાય છે અને તે દરેક દરેકે જેનને લાગુ થતું નથી, એ મારે નમ્ર અભિપ્રાય છે.
પોપટભાઈ ભગુભાઈ બી. એ, એલ, એલ, બી. હાઈકેર્ટ પ્લીડર (૧૪)
હવાડીયા ચકલા.
સુરત તા. ૨૮-૯-૧૯૨૯, જૈન પ્રવચન”ના તા. ૨૧-૭–૧૯૨૯ના ૬ઠ્ઠા અંકમાં પાને ૧૨માં મારા વાંચવામાં જે આવ્યું છે તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org