________________
આત્મબળ વધે કે પુદ્ગલબળ ?
[ ૨૯૯
દશા શી થાય ? તમારો આત્મા ધર્મના સ્વરૂપને સમજે, ધર્મને મર્મ તમારા હાથમાં આવી જાય, તે દુનિયાનો વ્યવહાર તમારા ધર્મને બાધ કરે જ નહિ. સવારથી સાંજ સુધીની તમારી કરણી એવી બતાવી છે અને એ કરણીમાં આવતાં સૂત્રોમાં એકેએક સૂત્ર એવું છે કે, ત્યાંથી તમને બીજે આનંદ આવે જ નહિ. આત્મબળ કે પુદગલબળ?
આત્મબળ જુદી ચીજ છે. આજે આત્મબળના નામે ગમે તે જાતની વાત થઈ રહી છે. જે બળનો ઉપગ દુનિયાનાં પૌગલિક સાધન માટે થાય, એ પૌગલિક બળ કહેવાય છે. જે બળથી આત્મધર્મને નાશ થાય તે પૌલિક બળ છે. કૃષ્ણજી અને ગજસુકુમાળજી, એ બેમાં બળવાન કેશુ? આત્મા પુદ્ગલને આધીન થાય એટલે એ આત્મા પણ જડ બન્ય, આત્મતત્વ આવરાઈ ગયું. માટે તે તેવા આત્માને ધાત્મા, માનાત્મા કહેવાય છે. સમ્યગ્ગદષ્ટિ આત્મા આત્મસાધના માટે ખરચાતા બળની જ પ્રશંસા કરે.
જે આત્મા જડ જેવા થાય, જડને આધીન થાય, એને સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રની વાત કેમ ગમે ? એ તો કહે કે, “આ જમાનામાં એ વાત નકામી છે.” આવું કેણ બેલાવે છે? જડ પદાર્થોની લાલસા, પુદ્ગલની લાલસામાં પડેલા આત્માઓ જે બળ વિષયપ્રાપ્તિ આદિમાં ખર્ચે છે, તે બળ જે સંયમની સાધનામાં ખરચાય તો કેટલે લાભ થાય ?
શ્રી કૃષ્ણ મહારાજા શ્રી જિનેશ્વરદેવના ધર્મથી વાસિત તે હતા જ. પણ જે વખતે એ ભાવના જોરદાર હતી, એ વખતની વાત છે. જ્યારે જરાકુમારનું બાણ કૃષ્ણજીના પગમાં વાગ્યું અને જરાકુમારે આવીને કહ્યું કે–“ભાઈ ! આ શું થઈ ગયું ? અંતે ભગવાન શ્રી નેમનાથ સ્વામીએ કહેલું સાચું પડયું. ત્યારે કૃષ્ણજીએ તેને કહ્યું કે–“ભાઈ! તું અફસોસ ન કર. જ્ઞાનીનું કહ્યું કદી ખોટું ન થાય. જે બનવાનું જ હતું તે બન્યું છે. તું હવે અહીંથી ચાલ્યા જા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org