________________
આત્મબળ વધે કે પુદગલબળ ?
[ ૩૦૫ ભગવાન શ્રી મહાવીરદેવના નામે જગતના ભોળા અને ઉન્માર્ગે દોરનારાઓ દોરી રહ્યા હોય ત્યારે એવા ને સન્માર્ગની અંદ૨ સ્થિર કરવામાં મુનિ જે પોતાની શક્તિનો ઉપયોગ ન કરે તો તે વિરાધક છે અને કરે તે આરાધક છે. શ્રી જિનેશ્વરદેવના શાસનની અપભ્રાજના થઈ રહી હોય, ધર્મના વિરોધીઓ ધર્મને પણ અધર્મ તરીકે ઓળખાવવાના કૂટ પ્રયત્ન કરી રહ્યા હોય, તેવા સમયે છતી શક્તિએ તેને પ્રતિકાર કરી જગતના જીવોને ઉન્માર્ગે દોરાઈ જતાં બચાવવા પ્રયત્ન કરવામાં ન આવે અને ખેટી શાંતિના પાઠ જપવામાં આવે અને બીજાઓને પણ એવી શાંતિના પાઠ જપવાનું કહેવામાં આવે તે કહેવું પડે કે એમ કરનારા શ્રી જિનેશ્વરદેવના શાસનને પામ્યા જ નથી; એ વાતમાં લેશ પણ અતિશયોક્તિ નથી, સમતાના સાગર, ધ્યાનમગ્ન અને કેવળજ્ઞાનની નિકટવતી હોય તેવા સાધુ પણ શાસનની હાનિ થતી જુએ, ધર્મના વિરોધીઓને ધર્મને ઘાત કરતાં જુએ, તે તે વખતે હૃદયમાં હિતબુદ્ધિ બરાબર જાગ્રત રાખીને ધર્મની રક્ષા માટે જે કાંઈ કરવું ઘટે તે કરે. તેવે વખતે સુધારવા માટે શિક્ષા પણ કરે તે ચે એ આરાધકની કોટિમાં છે; કારણ કે જગતના ભલા માટે સન્માર્ગના રક્ષણની જરૂર છે. એવા વખતે સમતાની વાત કરનારાઓ પિતાનું મનિપણું, શ્રાવકપણું યા સમ્યગદષ્ટિપણું ગુમાવી દે છે. સત્યને સત્ય તરીકે અને અસત્યને અસત્ય તરીકે ઓળખી, અસત્યને ત્યજીને સત્યના સેવનમાં લાગી જવું અને શક્તિ મુજબ જગતના જીવોને સત્યાસત્યનું સચોટ રીતે ભાન કરાવી, અસત્યથી બચાવવા અને સત્યના સેવક બનાવવાને યોચિત પ્રયત્ન કરવામાં જ ખરી સમતા છે.
હવે જેનામાં વીતરાગદશા આવી જાય છે તે દુનિયામાં યથેચ્છપણે રંગરાગ કરવાનું છે જ નહિ. અને તીવ્ર કર્મના ઉદયને લઈને કદાચ સંસારમાં રહેવું પડે છે તે એમ જ કહે કે “હજી મારા ચારિત્ર મેહનીય ક્ષયશય થયે નથી, નહિ તે હું આ મોહના પંજામાં
છે. સા. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org