________________
આત્મબળ વધે કે પુદ્ગલબળ ?
[ ૨૯૧ મુનિપણું પામ્યા. અગિયાર અંગના પાઠી બન્યા. અખંડ ચારિત્રના પાલક બન્યા. પરંતુ કર્મ કેઈને છેડે? જો જો, કર્મ કોઈને ન છેડે એમ માનીને “શું કરીએ, ભાગ્યમાં નથી, ઉદય નથી” એમ કહેવાને ટેવાઈ ન જશે. સંપૂર્ણ ઉદ્યમ ન ફળે તે કંપતે હદયે – “મારે પાપદય છે” –એમ કહેજે અને એમ કહેતાં યે સામી છાતીએ કર્મની સામે ઊભા રહેજે. કર્મને સ્વરૂપને સમજનાર કર્મોદયની વાત કરીને અટકી ન જાય. ઠેકર વાગે ત્યારે દેખતે માણસ “હું શું કરું, પથ્થર વચમાં આવ્યું. એમ ન કહે; અને જે કહે તે બીજાઓ એને કહે કે – “છતી આંખે ઠેકર વાગે એના જેવી બીજી શરમાવનારી વાત કઈ?” ઉત્તરમાં દેખતે પણ એમ જ કહે કે – મારે ધ્યાનપૂર્વક ચાલવું જોઈતું હતું. ધ્યાન ન રહ્યું માટે જ ઠોકર લાગી. આંખેવાળ પણ રસ્તામાં પડેલા પથ્થરને દેષ કાઢે એના જેવી મૂર્ખતા બીજી કઈ? મનુષ્યની એ ફરજ છે કે ચાલતાં આડુંઅવળું જોવું નહિ અને જોવું હોય તે ઊભા રહેવું. દેખતા મનુષ્ય એવી રીતે ચાલવું જોઈએ કે એને કોઈ પીડા ન કરી શકે, અને ન તો એનાથી કેઈને પીડા થાય. શું સંસારીને પાપ કરવાની છૂટ છે?
ઈસમિતિ આદિ અષ્ટપ્રવચન માતા, એ કેવળ સાધુઓ માટે જ છે કે તમારી શક્તિ મુજબ તમારા માટે પણ છે? જોયા વિના ચાલે તે સાધુઓને પાપ લાગે અને તમને પુણ્ય થાય, એમ? જ્ઞાનીઓએ જે વસ્તુની તમારા માટે વિધિ ન બાંધી એનું કારણ હજી તમે સમજ્યા નથી. તમારે માટે જેનું વિધાન ન કર્યું તેનું તમારે પાલન નહિ કરવાનું, એમ હોય? દેશવિરતિ શ્રાવક એમ કહી શકે ખરો કે અમુક હિંસામાં કે અમુક નાના નાના અસત્ય બોલવામાં કશી જ હરકત નથી? “સંસારીને પાપ કરવાની છૂટ છે, એ પાપ કરે એમાં વાંધો છે ?” આ પ્રમાણે બોલવાથી તે લજજા નાશ પામી ગઈ ગુણો પ્રગટ થવાની યેગ્યતા ચાલી ગઈ. માટે લજજા, ન ગુમાવે. તમે જે કાંઈ પાપકાર્યો કરે તેને સંસારના નામે બચાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org