________________
આત્મબળ વધે કે પુદ્ગલબળ ?
[ ર૯૩
એ મહા
મારીથી એમણે વિદ્વાન ને
મંદિરમાં ન છૂટકે આવી ચઢયા તે તે વખતે શ્રી જિનમૂર્તિની ઘેર મશ્કરી કરનારા, પણ અનુભવ થયા બાદ, આ આગમને સ્વાદ ચાખ્યા બાદ એ મહાત્માએ કહ્યું છે કે
"कत्थ अम्हारिसा जीवा, दुसमादोसदूसिया ।
हा ! अणाहा कहं हुता, जइ न हुँतो जिणागमो॥" પિતાની પૂર્વની વિદ્વત્તાને અને જ્ઞાનને હવે એ મહાપુરુષ અજ્ઞાન માને છે. એ કાંઈ જેવાતેવા વિદ્વાન ન હતા. કહેવાય છે કે પિતાની વિદ્વત્તાની ખુમારીથી એમણે પ્રતિજ્ઞા કરી હતી કે “કઈ પણ વિદ્વાન ગમે તે શાસ્ત્ર સંબંધી વાત બેલે અને જે હું તે ન સમજુ, તે એને શિષ્ય થઈ જાઉં.” આ પ્રતિજ્ઞા તેમની માનસિક હતી છતાં અવસરે તેનું બરેબર પાલન કર્યું. આ તેમની કેવી મર્યાદાશીલતા ! એ વિચારે. આજે તે મર્યાદાશીલતાને ખરે જ લેપ થતું જાય છે.
દેવ, ગુરુ, ધર્મ અને માતાપિતા, બધા શુદ્ધ જોઈએ. બધામાં “સુ” જોઈએ. સમ્યગૃષ્ટિને વાતવાતમાં સારું-ખોટું પારખવું પડે. કર્મસ્થિતિ ભયંકર ખરી પણ એને આધીન થવાનું નથી. પુરુષાર્થને પ્રધાનપદ આપવાનું છે, પુરુષાર્થને ઉપયોગ કર્મને કાઢવામાં કરવાને છે પણ કર્મને ભેળાં કરવામાં કરવાનું નથી. તમે કાંઈ પુરુષાર્થહીન નથી પણ તમારે પુરુષાર્થ જુદી જાતને છે. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ચાર પુરુષાર્થની વાત કરતાં એક જગ્યાએ ફરમાવે છે કે
"तुल्ये चतुर्णा पौमयें, पापयोरर्थकामयोः।
વાત્મા પ્રવર્તત દન્ત, ને પુનધર્મમોસઃ
ચારે પુરુષાર્થ પુરુષાર્થ તરીકે સમાન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચારમાંથી એકની પણ સાધના પ્રયત્ન વિના થઈ શકતી નથી, માટે એ ચારે ય પુરુષાર્થ કહેવાય છે. ખેદની વાત એ છે કે એ ચાર પુરુષાર્થમાંથી પાપરૂપ અર્થ અને કામમાં આત્મા પ્રવર્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org