Book Title: Jivan Safalya Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 313
________________ ૨૯૪ ! જીવન-સાફલ્ય દર્શન-૧ છે પણ ધર્મ અને મોક્ષમાં પ્રવર્તતું નથી. અહીં જે પુરુષાર્થની વાત ચાલે છે તે અર્થ, કામ નહિ પણ મોક્ષને સાધ્ય રાખી ધર્મ પુરુષાર્થ સાધવાની વાત છે. પ્રસંગે પાંચ કારણ પીકી જે જે જીવને જે જે કારણની મુખ્યતા હોય તે કહેવાય પણ માનવામાં તે પાંચેય. સમ્યગદષ્ટિ આત્મા માટે પ્રધાનતા પુરુષાર્થની છે. કર્મના ઉદયની સામે એ છાતી કાઢીને ઊભું રહે. એમ ન ઊભું રહે તે શુભને ઉદય અને અશુભને ઉદય – બને એ જીવને હાનિકારક બને છે. અશુભના ઉદય કરતાં શુભને ઉદય વધુ હાનિકારક છે. અશુભના ઉદયમાં તે આ સંસારના બંધનથી છૂટવાની ભાવના જાગૃત પણ થાય, પણ શુભના ઉદયમાં તે રહેવાની, વધુ મેળવવાની ભાવના થાય, ત્યાં છૂટવાની તે વાત જ શી? મરીચિને કર્મના ઉદયથી પતિતપણને વિચાર આવ્યા પણ એ કર્મના ઉદયમાંયે મરીચિએ પોતાના ચારિત્રને ટકાવવામાં જ્યારે તેમને નિષ્ફળતા મળી ત્યારે પિતાનું સમ્યગદર્શન ટકાવવાને ઉપાય બરાબર જારી રાખ્યું. આજે તે પડતા પડતા એ તૈયારી જલદી પડવાની જ થાય છે. આત્માને પૂછો કે ગઈ કાલની પોતાની ખામી આજે પુરાણી કે વધી? દિવસે દિવસે આત્મા સંયમ તરફ આગળ વધે છે કે વિષયે તરફ? નજીક જવાની વાત તે દૂર રહી પણ અંતર વધતું હોય તે શું ? રેજ આત્માની પરીક્ષા કરનારે ચઢવા તરફ હોય કે પડવા તરફ? પાપને પસ્તા ચાલુ હોય એની પાપની પ્રવૃત્તિ કેવી હોય? લુખી જ હોય અને તે પણ દુનિયાને નજરે ચઢે એવી લુખી હોય. એવું હોય તે જ એની એ જાતની છાયા પડે અને એ છાયા પડે એટલે ઈતરનો આત્મા પણ સહેજે ધર્મ તરફ ખેંચાય. મુખ્ય કોણ? ધર્મશુદ્ધિ કે વ્યવહારશુદ્ધિ? ધમી પાસે અધમીને આવતાં વાંધો ન આવે પણ ધર્મના વિધીને આવતાં મૂંઝવણ થાય. ધમી કાંઈ નિર્દય નથી પણ એની આંખમાં જ એ તાકાત છે. ધમી પાસે ધમીને જતાં એમ લાગે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348