________________
આત્મબળ વધે કે પુદગલબળ ?
પડવાની બીકે ન ચઢવું સારું ?
અનન્તઉપકારી સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે કે – પરમપકારી શ્રી જિનેશ્વરએ કહેલાં શાસ્ત્રોનું શ્રવણ કરવું, શ્રવણ કરીને તેના ઉપરની શ્રદ્ધાને મજબૂતપણે કેળવવી અને એ પછી, એ શ્રદ્ધામાં મક્કમ રહીને સંયમમાં પિતાની શક્તિને ખર્ચવી, તે જ આ માનવજીવનની સફળતા થઈ શકે. સંયમ એ દુષ્કર ચીજ છે. જગતના પ્રાણીગણને જલદી ગમી જાય એવી એ વસ્તુ નથી. માટે સંયમનાં વર્ણથી ભરેલાં શાસ્ત્રોને સાંભળવા પહેલાં એ શાસ્ત્રના કહેનારાઓએ પોતાના જીવનમાં કેટલે સંયમ સેવ્યું છે, એ જાણીએ તે એમના વચન પર શ્રદ્ધા જલ્દી બેસે અને એ શ્રદ્ધા બેસે એટલે અમલ કરવાને પુરુષાર્થ થાય.
અહીં સંયમમાં એવી કઈ વસ્તુ નથી કે જેથી જગતનાં પ્રાણીઓ એનાથી લલચાઈ જાય. એમાં તે અનાદિકાળથી સેવેલી વસ્તુઓને આધી મૂકવી પડે છે, અને તેનાથી વિરુદ્ધ વસ્તુઓને સ્વીકારવી પડે છે. પૂર્વકાળમાં કદી નહિ પામેલી, નહિ સેવેલી એવી વસ્તુની, ઊલટી દિશામાં ચાલનારા અને તેમાં જ રાચીમાચીને રહેલાને એકદમ સંયમની ભાવના થાય એ કાંઈ સહેલી વાત નથી. સંયમ, એ જે કહેતાંની સાથે જ દુનિયાને રુચી જાય અને દુનિયા એને અમલ કરવા તૈયાર થઈ જાય એમ હોય, તે તે આટલી બધી મહેનત જ ન કરવી પડે. ખરેખર, જ્યારે આ સંસાર જ ભયંકર છે ત્યારે દુનિયાના જીવોને ધર્મ ભયંકર દેખાય છે, દુનિયાની સામગ્રી પરિણામે કડવી છતાં
જી. સા. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org