________________
૨૮૮ ]
જીવનસાફલ્ય દર્શન-૧ કે તરત જ એળપટ્ટો પહેરાવી દે. તેમણે પણ બરાબર એ પ્રમાણે કર્યું. ઉપાશ્રયે આવ્યા એટલે આચાયે કહ્યું કે – “આ શું? ચેપિટ્ટો કેમ પહે? ધોતિયું પહેરી લે!” બાપ કહે – “હવે નહિ. પતી ગયું. હવે તે એ જ બરાબર છે.” આમ એક આત્મા તરે તે કેટલાને તારે ? આ બધાના મૂળમાં કોણ? સમ્યગૃષ્ટિ મા.
હજી એક વાત બાકી રહી. ડેસા ભિક્ષા લેવા જતા નથી. માગવા જવું એ કેમ બને? આચાર્યે વિચાર્યું કે ભિક્ષા લાવનાર તે ઘણું છે પણ ભિક્ષાએ જતાં સંકેચ થ એ ધર્મ નહિ. એક દિવસ આચાર્ય સવારે ઊઠી બીજે નજીકને ગામ ગયા. સાધુઓને કહ્યું કે બહાર જાઉં છું. આજે ડેસાને ભિક્ષા કઈ લાવી આપશે નહિ. તમે સૌ તમારું કરી લેજે.” સાધુઓએ પણ એમ જ કર્યું. બાપે ગરમ થઈને સાધુઓને કહ્યું – “આજે આર્ય રક્ષિત નથી એટલે તમે ભિક્ષા પણ ન લાવ્યા. આવવા દ્યો એમને, પછી વાત છે.” બીજે દિવસે આચાર્ય આવ્યા. બાપે ફરીયાદ કરી. આચાર્ય કૃત્રિમ ગુસ્સો કરી કહ્યું – “આવું કર્યું? કાંઈ નહિ. જવા દે બધાને. આજે લાવે, હું જ લાવી આપીશ.” એમ કહી આચાર્ય તૈયાર થયા. એટલે બાપ કહે – તમે આચાર્ય છે. તમારાથી ન જવાય. હું જ જઈશ.” એમ કહી પોતે જ ગયા. પુણ્યવાન એવા કે પહેલે જ દિવસે એક જ ઠેકાણેથી ભિક્ષામાં બત્રીસ મેદક મળ્યા. આચાર્ય વિચાર્યું કે એમને બત્રીસ મહાન શિષ્ય થશે. પછી આચાર્ય તેમને નિર્દોષ ભિક્ષાની સમજ આપી. આમ આખું કુટુંબ તરી ગયું. જૈનશાસનની મા આવી હેય. આજે તે મા બાપની આગળ દીકરે વૈરાગ્યના વિચાર પણ પ્રગટ ન કરી શકે. વાત કરતાં પહેલાં જ મઢે ડૂચા દેવાના પ્રયત્ન થાય. માટે જ કહું છું કે આજે જૈનશાસનમાં આર્ય રક્ષિતની માતા જેવી માતાઓની ઘણી જ જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org