________________
૨૮૨ ]
જીવન-સાફલ્ય દર્શન-૧ ત્યાં આટલી સમજ છે તે અહીં શાસનની પેઢી ખાતર શું ? એ પેઢીની કિંમત હોય તે તમારા બાળકને તૈયાર કરી, કંસાર ખવરાવી, કંકુનું તિલક કરી, ચોખા ચઢી, બેંડ વગડાવી શા માટે અહીં ન મૂકી જાઓ? અત્યારે અમુક માણસો ઉત્સાહમાં આવી જઈ તાલીઓ પાડે છેઃ એ તાલીઓ તમારા હૃદયની ભાવના બતાવે છે. તમને આ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ગમી છે એ જાણી હું ખુશી થેયે છું. જે તમને આજ્ઞા ગમી હોય તે હવેથી જેમતેમ ન બેલાય તે ધ્યાનમાં રાખજે. હું જાણું છું કે પ્રભુના નામે કેટલાક માણસો તમને ગેરમાર્ગે દોરે છે. સંસારના પિપાસુને હું કરડે લાગ્યું અને મોક્ષના અથીને મીઠો લાગું. તમે શાસનના રાગી, પ્રભુમાર્ગને પ્રેમ અને ધર્મના રસિયા છે. ધર્મના વિરોધી નથી. પ્રભુની વાણીમાં તમને વિશ્વાસ છે. જે ન હોત તે તમે તાલીઓ ન પાડત. મને વિશ્વાસ છે કે શ્રી જિનેશ્વરદેવને ત્યાગમાર્ગ ઉત્તમ આત્માને ખટકે નહિ
હું તમને બધાને ચેતવું છું કે બહાર હવા બહુ જુદી છે. બહારની અફવાઓથી દોરવાશે નહિ. માર્ગ પરત્વેની જે કાંઈ શંકા હોય તે જરૂર પૂછી જજો. શક્તિ પ્રમાણે તમામ ખુલાસા કરવા તૈયાર છું. મારી પાસેના દીક્ષિતેને બે વરસ, એક વરસ, છ માસ, બે માસ પરિચય કર્યા પછી દીક્ષિત કરેલા છે. અરે, સંબંધી મૂકવા આવ્યા હોય તેને ના પણ પાડી છે. પણ એની જાહેરાત ન થાય. દાંડી ન પીટાય. એકેએક વાત સામે અનેક બનાવટે ચાલતી હોય ત્યાં ચેખવટ કરવા બેસીએ તે આરે જ ન આવે. જૈન કુળમાં જન્મેલે અને જેના કુળના સંસ્કારથી સંસ્કારિત થયેલે દીક્ષાની વાત ન સાંભળે, એને એ ન જચે, એ “ન મૂતે ન મવિષ્યતિ' એમ હું માનું છું. તમારી સામેના કાળા પડદા ચીરવાની જ જરૂર છે. શ્રીસંઘની ફરજ :
બીજી એક વાત એ છે કે શ્રીસંઘ, નગરના આગેવાનોએ શાસન માટે જરૂરી કરવું ઘટે તે કરવું જોઈએ. કેઈ આત્મા સંયમને રસિ બને અને તેનાં માબાપ ન સમજે તે સંઘે એ સંયમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org