________________
ત્યાગ : માનવજીવનને સારા
[૨૮૧
દાવાનળમાં ક્યાંથી આવી લાગ્યાં ? ગમે તે ભેગે આ દુઃખમાંથી તેમને બચાવવા જોઈએ. એ દયાળુઓ ! અહીં મારી સામે આવીને વાત કરે કે પોતે એમને ક્યાં લઈ જવા માગે છે ? અને ત્યાં અહીંથી કયા સુખના ઢગલા છે ! એ જે ખરેખર બતાવે તે હું સાથે લઈને તેમને ત્યાં મૂકવા આવું. અમે તે ઈચ્છીએ જ છીએ કે આ બધા ગમે ત્યાં પણ અનંત સુખના ભેગી બને. માટે એ દયાળુઓનાં અમને દર્શન કરાવે. તેમને કહો કે – રામવિજય, તમને આમંત્રણ કરે છે, તમારી દયાની વાતો સાંભળવા આતુર છે, સુખની જગ્યા બતાવે તે બધાને લઈને આવવા તૈયાર છે. હું તે તમને કહું છું કે તમે ત્યાં દુઃખની ચિતામાં સળગી રહ્યા છે. તમે સાબિત કરે કે એમ નથી. મુનિને તે પરિષહ બાવીસ, તમારે કેટલા ?
બેશક, બાહ્યદષ્ટિએ મુનિધર્મ સહેલું નથી. પણ એ કઠિન કેના માટે? જે આજ્ઞામાં લીન બન્યું નથી એના માટે. મુનિને બહુ બહુ તે બાવીસ પરિષહ પણ તમારે કેટલા ? કહો કે પાર વિનાના. છતાં તમને ત્યાં સુખ લાગે છે એની જ અમને તાજુબી થાય છે. શ્રી જૈનશાસનને પામ્યા છતાં તમારી આ સ્થિતિથી અમને તમારી દયા આવે છે. દુનિયાના રંગરાગને, દુનિયાની મોજમજાને, જ્ઞાની એકાતે દુખની ખાણ કહે છે. પણ તમને એ દેખાતું નથી. તમારા હોશિયાર દીકરાને તમે પરદેશ મોકલવા હોંશે હોંશે તૈયાર થાઓ છે. અહીંનું શું? એમ કેઈ કહે તે કહી દો કે એ તે હું નિભાવી લઈશ. જરૂર પડશે તે બે માણસ રાખી લઈશ. દીકરાની માને પણ સમજાવી લે કે એ તો એકલો પડે. ભવિષ્યમાં લાભ ઘણે છે. મા પણ સમજી જાય, કંકુને ચાલે કરી અણીશુદ્ધ ચોખા ચઢી વિદાય આપે. પાડેશી સલાહ આપે કે “ આવા મજાના દીકરાને શું કામ પરદેશ મેકલે છે? અહીં જ રહેવા દો. સ્ટીમરને શે ભરોસે ? રખે ડૂબે કરે તે શું થાય?” તે યે માબાપ કહી દે કે – “એવા વિચાર ન કરાય. દુનિયામાં ચાલતું આવે છે. સાહસ વિના સિદ્ધિ ક્યાં છે?” કંસાર કરી, ખાઈ ખવડાવી, મુંબઈ લાવી સ્ટીમરમાં બેસાડી આવે ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org