________________
૨૮૦ ]
જીવન-સાફલ્ય દર્શન-૧
કરે. સ્થાન સૂનું મૂકીને સમાધિ જીવન ગાળવા ન જાય. શાસનની રક્ષા કરતાં આવતી અશાંતિ એ તો પરમ શાંતિ છે, આજના કહેવાતા દયાળુઓને આહ્વાન !
કેટલાક કહે છે કે મહારાજ વિરેધી–વિધી કેમ બેલે છે? પણ તેમણે જાણવું જોઈએ કે અહીં કેઈ અંગત વિરોધીની વાત થતી નથી. અમારી જાતના વિરોધ માટે અમને કશી ચિંતા નથી. પ્રભુશાસનના વિરોધીઓ માટેની જ આ વાત છે. તેને માટે જ અમારે પડકાર છે. શાસનના રાગી તે અમારા રાગી, શાસનના વિરોધી તે અમારા વિરોધી. શાસન મારું....એ રોમરોમમાં પ્રસરી જવું જોઈએ. આ શાસન અમારૂ છે ને તમારું નથી ? પેઢી પર હેશિયાર દીકરે જોઈએ તે આ શાસનની પેઢી ચલાવવા એકાદ હોશિયાર દીકરે આપવું જોઈએ યા નહિ ? તમારા ઘરના સંચાલન માટે, વેપાર રોજગાર માટે હોશિયાર માણસ જોઈએ અને અહીં તે દાંત પડી ગયેલા, લાળ નીકળતી હોય, દુનિયામાં ખપના ન રહ્યા હોય, ઘરના પણ કઈ “ઘરમાં રહે ” – એમ ન કહે તેમ હોય, એવા ચાલે એમ ને? આ મુનિમાર્ગ એટલે ખેડાં ઢેરની પાંજરાપોળ તે માનતા નથી ને ? સુખનાં ધામ તમારાં ઘરો અને દુઃખનાં ધામ આ, એવું તો નથી ને? મને જાણવા મળે છે કે આજકાલ દયાળુ બહુ નીકળ્યા છે. અલબત્ત, જૈનશાસનમાં તે | દયાનાં ધધ વહેતા હોય તેમાં કાંઈ આશ્ચર્ય નથી; પરંતુ, આ દયાળ તે જુદા સંભળાય છે. એમને તે દયા અમારી આવે છે. એ દયાથી તેમના હૈયાં બળીને ખાખ થઈ જાય છે. અમારી પાસે ઘરડા, પ્રૌઢ, યુવાન, બાળક – દરેક વયના સાધુઓ છે. ઘરડા સલાહકારે છે, પ્રૌઢ વિચારકે છે, યુવાન આપત્તિમાં આડા ઊભા રહે તેવા છે અને આખી દુનિયાનું ધ્યાન ખેંચે તેવાં બાળકો પણ છે. ભગવાન શ્રી મહાવીર દેવનું શાસન કદી વાંઝિયું રહ્યું નથી. આ બાળસાધુઓને હસતે મુખડે અહીં બેઠેલા તમે જુએ છે. પિલા દયાળુઓને તેમની બહુ દયા આવે છે. એ ચિંતવે છે કે અરરર આ પંખીઓ અહીં દુઃખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org