________________
ત્યાગ : માનવજીવનને સાર
| ૨૭૯ એ પણ શક્તિ ન હોય તેને સમ્યત્વ અને એથી પણ ઓછી શક્તિવાળાને માર્ગાનુસારિતા. આ સિવાય મુનિ બીજુ શું આપે ? શાસ્ત્રમાં જ્યાં ત્યાં મહાત્માઓના વર્ણનમાં શું આવે છે ? અમુક આચાર્ય સેંકડોના પરિવાર સાથે અમુક નગરના ઉદ્યાનમાં પધાર્યા, નગરના લેકે દેશના સાંભળવા એકઠા થયા, દેશના સાંભળી કેટલાકે સર્વવિરતિ, કેટલાક દેશવિરતિ અને કેટલાકે સમ્યક્ત્વને સ્વીકાર કર્યો. ઠામઠામ ધર્મકથાઓમાં આ જ વાત સાંભળવા મળશે. બીજી કઈ વાત નહિ મળે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે શ્રી સીમંધર પ્રભુને વિનંતિ કરતાં કહ્યું છે કે
અર્થની દેશના જે દીયે, એળવે ધર્મના ગ્રન્થ રે, પરમ પદને પ્રગટ ચેર જે, તેહથી કેમ વહે પંથ રે.”
શ્રી ઉપાધ્યાયજી મહારાજ વખતને કાળ ભયંકર હતા. તે સમયમાં સંયમ પાળે એને કેટિશઃ ધન્યવાદ. પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજને ગોચરી-પાણી મેળવવામાં પણ ભારે તકલીફ પડતી. પ્રાણને સંશય સતત રહેતે. એક તરફ ગ્રન્થ લખાય અને બીજી તરફ વિરોધીઓ તક મેળવી સળગાવી મૂકે. તે વખતે એ મહાપુરુષે કહ્યું છે કે – * સિદ્ધાંતરક્ષા ખાતર આ અશાંતિની આગમાં સળગી મરવું એ જ શ્રી જિનેશ્વરદેવના શાસનની સાચી શાંતિ છે ' શાંતિના બહાને છતી તાકાતે વિરોધીઓના પ્રહારો સામે મૂંગા રહેનારા, એ જૈનશાસનમાં કિંમત વિનાના છે. વસ્તુતઃ જૈનશાસન તેમના હૈયે વસ્યું નથી, જિનકલ્પ, અભિગ્રહો આદિ અંગીકાર કરવાની પણ શાત્રે વિધિ બાંધી છે. દશપૂર્વધરે માટે એને નિષેધ છે. દશપૂવી એની દેશના અમેધ હોય છે. એ દેશનાથી હજારે આત્મા પ્રભુમાર્ગમાં સ્થિર થાય છે, માટે તેમને જિનકલ્પ સ્વીકારવાને નિષેધ છે. બીજા પણ જે જિનકલ્પને સ્વીકાર કરે તે પોતાની પાછળ શાસન ચલાવનાર ધરી, ગમે તેવા સમર્થ શાસનરક્ષકને પિતાના સ્થાન પર મૂકી પછી જ સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org