________________
ત્યાગ : માનવજીવનને સાર
[ ૨૭૭
અખંડ ઉપકાર છે માબાપને ઉપકાર દુ પ્રતિકાર છે. એ ઉપકારને બદલે વાળવા તે દીકરાઓએ ઘણું કરવું પડે. મરતાં સુધી એ ફરજ વિસરાય નહિ. એ ઉપકારનો બદલો વાળવાને શ્રેષ્ઠ ઉપાય એ છે કે પિોતે શ્રી તીર્થંકરદેવે ફરમાવેલા સન્માર્ગમાં સ્થિર થઈને માબાપને
એ માર્ગમાં છે. જ્ઞાનીઓએ દીકરાઓ ઉપર આ ફરજ મૂકી છે. શાસ્ત્રની આ વાત તરફ બેદરકાર બની શાસ્ત્રને નામે જ ફાવતી વાતે કરનારાઓ શ્રી જૈનશાસનને ભારે હાની કરી રહ્યા છે.
શ્રી શાલિભદ્રનાં માતાજી પ્રભુ મહાવીરના જીવનને સારી રીતે જાણતાં હતાં, પણ આત્માને હાનિ થાય, આત્માને નાશ થાય તેવી એક પણ વાત ફાવતી રીતે પ્રભુ શ્રી મહાવીરના જીવનમાંથી લેવા એ તૈયાર ન હતાં. શ્રી મહાવીરદેવ અમુક રીતે કેમ જીવ્યા? તે સમજવાનું કે સમર્થ હતા, એમની એ તાકાત હતી. એ ત્રણ જ્ઞાનના ધણી પિતાના જ્ઞાનમાં જુએ તે રીતે વર્તે. જ્ઞાનથી ત્રીસમે વર્ષે દીક્ષા જોઈ તે ત્રીસમે વર્ષે લીધી પણ આપણે માટે એ તારકે કહ્યું શું ? શક્તિ આવે તે આઠમે વર્ષે જ લઈ લેવાની આજ્ઞા કરી. કેમ? આપણે
ક્યારે મરશું તે આપણે જાણતા નથી. સે વર્ષનું આયુષ્ય કહેવાય પણ એ સોપક્રમ, ક્યારે તૂટે તેને ભરસો નહિ. નિમિત્ત મળતાં તૂટી જાય તે રખડી પડીએ.. એમના આયુષ્યમાં તે ગમે તેવા સમયમાં પણ પરિવર્તન ન જ થાય. એ તારકની જેમ વર્તવાની ઘેલછાનું પરિણામ તો કાંઈ અવનવું જ આવે. શ્રી શાલિભદ્રજીની માતાએ તે કહ્યું કે “મારામાંથી હજી મેહ ગયે નથી.” ભગવાન મહાવીરની આજ્ઞાના સ્વરૂપને એ બરાબર સમજતાં હતાં, તેથી બીજુ કશું એ બોલ્યાં નથી. જાતના દે ઢાંકવા ભગવાન શ્રી મહાવીરદેવના જીવનને ઉપયોગ ન કરતા. સ્ટીમરને કપ્તાન પણ તેના નિયમ મુજબ વતે તેને પાર ઉતારે. મરજી મુજબ વર્તનારે ડૂબી જાય તેની જવાબદારી એના શિરે નહિ. શ્રી જિનેશ્વરદેવને શાસનરૂપી સ્ટીમરમાં બેસનારાને માટે શ્રી જિનેશ્વરદેવ રૂપી કપ્તાનની આજ્ઞા એ જ ધર્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org