________________
ત્યાગ : માનવજીવનને સાર
[૨૭૫
જ અભુત. કેઈથી અનુકરણ ન થઈ શકે તેવું. માટે એમણે બતાવેલા માગે ચાલવાનું. શાસ્ત્રમાં વિહાર બે પ્રકારના કહ્યા છે. એક ગીતાર્થ વિહાર અને બીજો ગીતાર્થની નિશ્રાને વિહાર, નિશ્રામાં વિહાર કરનાર વાતવાતમાં ગીતાર્થને પૂછીને ચાલે. નિશ્રાએ વિહરનારને વિહાર સ્વતંત્ર નથી. આપણે નિશ્રામાં વિહરવાનું છે. આપણું જીવન પરતંત્ર છે. આપણે પણ જવું છે તે શ્રી જિનેશ્વરદે ગયા ત્યાં જ, એટલે મોક્ષમાં જ પણ એક ઉત્સર્પિણીમાં તથા અવસર્પિણીમાં તીર્થકર થઈને મુક્તિમાં વીસ જ જાય – બાકી તે ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ થઈને કલ્યાણ સાધી ગયા. આત્મપતન થાય એવી વાત ન કહે :
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહેનારા આપણે એમની આજ્ઞાઓના મર્મને સમજવા જેટલું થાય એટલે પ્રયત્ન કરવો જોઈએ. શ્રી શાલિન ભદ્ર ભગવાનની વાણી સાંભળી માતા પાસે આવીને સંયમ લેવા રજા માગી, એ પ્રસંગ જાણે છો ને? શ્રી શાલિભદ્ર : “માતા, મેં ભગવાન શ્રી મહાવીરદેવની વાણી
સાંભળી.” માતા : “ધન્યભાગ્ય !” શાલિભદ્ર ઃ “માતાજી! એ વાણી મને બહુ રુચી.” માતા : “દીકરા! તારું અહોભાગ્ય !” શાલિભદ્ર: “એવી રુચી કે બધું છોડવાનું મન થાય છે.” માતા : “ઘણું જ અહેભાગ્ય ! શાલિભદ્રઃ “માતાજી ! આજે જ જવું છે.”
અહીં માતાને મેહે ફટકો માર્યો. મૂછી આવી, પછી ભાનમાં આવી ત્યારે કહે છે, “દીકરા ! એ તારાથી કેમ બનશે ? તું આવી રીતે જાય એ તે સહન ન થાય.” પણ એ માતાએ તે વખતે એમ ન કહ્યું કે – ભગવાન શ્રી મહાવીરે માતાપિતાના મરી ગયા પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org