________________
ત્યાગ : માનવજીવનને સાર
[ ર૭૩,
વાતમાં તમારા કરતાં પણું કંઈગુણો ઊંચે વિવેક કરી શકે છે. એના જેવી ભેગસામગ્રી તમને મળે તે તમે તે એક પણ ધર્મક્રિયા ન કરે. ભરપૂર ભોગસામગ્રી વચ્ચે એ એકેએક મહત્સવે સારી રીતે ઉજવે છે. દરેક ઈંદ્રો શ્રી જિનેશ્વર ભગવં તેનાં પાંચે ય કલ્યાણકે ઠાઠમાઠથી ઉજવે છે. પરંતુ સમ્યગદષ્ટિ દેવતાઓ ગમે તેવા વિરાગી અને ભાવનાવાળા હોય છતાં અહીં મનુષ્યનિમાં આવ્યા વિના મુક્તિ મેળવી શકતા નથી. સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દે, વીતરાગ પ્રાયઃ દશામાં રહેલા, ઊંચામાં ઊંચી કેટિન અને જેમનાથી સિદ્ધશિલા માત્ર બાર યેજના ઊંચે છે, એમને પણ મુક્તિએ પહોંચવા માટે જે જીવન મેળવવું પડે તે તમને મળ્યું છે. એ જીવનમાં તમારે શું સાંભવવું જોઈએ, હૃદયમાં શું ઠસાવવું જોઈએ અને પછી શું કરવું જોઈએ, એ સમજે. શ્રી સર્વજ્ઞ ભગવાનનું કહેલું શાસ્ત્ર સાંભળવું, એ શાસ્ત્રના એકેએક વચન ઉપર દઢ શ્રદ્ધાને કેળવવી, અને પછી સંયમમાં વીર્યનું પ્રવર્તન કરવું, એમાં જ જીવનની સફળતા છે. રેજ એકની એક વાત રૂપાંતર કરી તમારી આગળ મૂકું છું છતાં આજદિવસ સુધી તમે
એ વસ્તુને નિષેધ કરી શક્તા નથી. એ એમ સૂચવે છે કે તમને એ માન્ય છે. જે એ વાત બરાબર હોય તે એને અમલ કરવા માટે શક્તિ મુજબ પ્રવૃત્તિ કરે. જ્ઞાની આમાં જ માનવજીવનની સાચી સફળતા કહે છે. આ સિવાય બીજામાં હોય તે તમે કહે. અહીં ના કહો નહિ, હદયમાં માને નહિ અને બહાર બીજું બીજું બોલે તે તમારી સાથે મેળ કેમ જામે? માટે જે હોય તે ખુલ્લા દિલે કહે. હું પૂછપૂછ કરું છું તે તમને ઓળખવા માટે. આ વિચારે તમને પસંદ છે કે નહિ તે જાણવા માટે. પસંદગી વિના આ માર્ગની સેવા કેઈ કાળે થઈનથી, થતી અને થશે પણ નહિ, દુનિયાની બધી પ્રવૃત્તિઓ અનિચ્છાએ પણ થાય પણ અહીં તો ઈચ્છા વગર વાસ્તવિક ફળ મળે જ નહિ. વગર ઈચ્છાએ કરેલી ધર્મક્રિયા કદાચ સ્વર્ગાદિ ફળ આપે પણ તેથી ફાયદો શું? અહીં ઈચ્છા એટલે મુક્તિની ઈચ્છા, સ્વર્ગાદિ
જી. સા. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org