________________
ત્યાગ : માનવજીવનને સાર
જનધર્મને પાય શું ?
અનન્તઉપકારી સૂત્રકાર પરમર્ષિ ફરમાવે છે તે સમજાઈ જાય અને તેના ઉપર શ્રદ્ધા થઈ જાય તે સમજાય કે આ માનવજીવન એ કાંઈ ભેગનું સાધન નથી. જે ભેગના સાધન તરીકે તરીકે જ્ઞાની વર્ણન કરવા બેઠા હોત તે દેવજીવનને જ પહેલું સ્થાન આપત. માનવજીવનને અગ્રસ્થાન આપવાનું કારણ જુદું જ છે. માનવજીવનની મહત્તા ન સમજાય ત્યાં સુધી એની સફળતાને હેતુ પણ ન સમજાય. રોગીને રેગ ભયંકર ન લાગે, હાનિકારક ન લાગે, ત્યાં સુધી એ વૈદ્યની સલાહ સીધી રીતે માને નહિ. એ રીતે આ માનવજીવન આત્મસિદ્ધિ માટેનું ઊંચામાં ઊંચું આલંબન છે, એ નહિ સમજાય ત્યાં સુધી જ્ઞાનીએ બતાવેલાં સફળતાનાં કારણે પ્રત્યે પ્રેમ નહિ જાગે.
શ્રી જિનેશ્વરદેવના આગમને રુચિપૂર્વક સાંભળવું, સાંભળ્યા પછી એની પ્રત્યેક વાત પર શ્રદ્ધાને મજબૂત બનાવવી અને પછી શક્તિ પ્રમાણે સંયમમાં પ્રવર્તન કરવું એમાં જ્ઞાનીઓ આ માનવજીવનની સફળતા બતાવે છે. જ્ઞાનીઓની આ વાત કબૂલ કરનારે, આનાથી વિપરીત વસ્તુઓ જીવનની સાધનામાં અવરોધક છે એમ હૃદયમાં ઠસાવવું પડશે. સમ્યકત્વ તથા વિતને સારાં કહેવાં હોય તે મિથ્યાત્વ તથા અવિરતિને ખોટાં કહેવાં પડશે. કષાયના અભાવને જરૂરી કહે હેય તે કષાયે હાનિકારક છે એમ કહ્યા વિના નહિ ચાલે. આ ત્રણ વસ્તુઓમાં સફળતા ત્યારે જ મનાય કે જ્યારે બીજી વાસનાઓ આપણામાંથી નીકળી જાય. એ વાસનાઓ જ્યાં સુધી નહિ નીકળે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org