________________
पुरुषविश्वासे वचनविश्वास
| [ ૨૬૯ કરતા જાય છે. પણ મુનિ તે તે વખતે મનમાં યુદ્ધ ખેલી રહ્યા છે. શ્રી શ્રેણિક મહારાજા ભગવાન પાસે પહોંચ્યા. વંદન કરી દેશનામાં બેઠા. અવસર પામી પૂછે છે કે “ભગવંત! મેં જે મુનિને વંદન કર્યું તે તે વખતના ધ્યાનમાં મરે તે ક્યાં જાય? ભગવંત કહે – “સાતમીએ જાય.” થોડીવાર પછી ફરી પૂછ્યું કે “ભગવદ્ ! હવે અત્યારે મરે તે ?” ભગવંત કહે – “સર્વાર્થસિદ્ધ વિમાનમાં.” આ સાંભળી રાજા મૂંઝવણમાં પડે છે. ત્યાં તે આકાશમાં દુંદુભિનાદ થયે એટલે વળી શ્રી શ્રેણિક મહારાજાએ પૂછયું – “ભગવત આ શું ? ” ભગવાન કહે
એ મુનિને કેવળજ્ઞાન થયું.” શ્રી શ્રેણિક મહારાજા કહે છે – “ભગવાન આ શું ? ઘડીમાં સાતમી, ઘડીમાં સવાર્થસિદ્ધ અને હવે કેવળજ્ઞાન? ” ભગવાને બધી વાત કહી. મંડેલા માથે અને વેષના પ્રભાવે આ દશા થઈ. માટે “મન સચ્ચા તે સબ સચ્ચા” ના કરતા બાહ્ય આલંબને વિના આત્માની શુદ્ધિ ઘણી કઠિન છે. માનસિક શુદ્ધિ પણ બાહા આલંબનને અવલંબે છે. મુનિએ માનસિક યુદ્ધ કરી સાતમી યેગ્ય દળિયાં મેળવ્યાં, વિચાર પલટાતાં સર્વાર્થસિદ્ધમાં જવા જેટલી યોગ્યતા મેળવી અને અંતે કેવળજ્ઞાન પામ્યા. મુનિવેષને આ કેવો પ્રભાવ ! સૂર્ય કદી છાબડે ન હંકાવ :
સભા, “આપના ઉપદેશમાં વાતે વાતે દીક્ષા જ આવ્યા કરે છે!”
ભાગ્યશાળીઓ ! ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં દીક્ષા કાંઈ છૂપી ચીજ છે ? દીક્ષા પામ્યા વિના કેઈ મુક્તિએ ગાયું નથી, જતું નથી અને જશે પણ નહિ. અનાદિકાળથી અનંતકાળ સુધી સદેવ દીક્ષા જ દીક્ષા છે. કદાચ કઈ ગુરુકમી દીક્ષાને ઢાંકવા માગે તો ય નહિ ઢંકાય. છાબડે સૂર્ય ઢંકાય તે શ્રી જિનાગમમાં દીક્ષા હંકાય. શ્રા જિનાગમમાં તે દીક્ષાની નેબત વાગે છે. દીક્ષાથી જ તમામ શાસ્ત્રો ભર્યા છે છ ખંડના માલિક ચકવતીએ મુકુટ ઉતારી ચાલી નીકળ્યા, તે આ દીક્ષા માટે. ઝુંપડા જેવાં ઘર તમારાથી છૂટતાં નથી અને એ છ ખંડની સાહ્યબી પળવારમાં છોડી દે છે. અરે ! ઇદ્રો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org