________________
पुरुषविश्वासे वचनविश्वास
[ ૨૬૭
ચાલે તેવું નથી. લેભાગુ લકે ગમે તેમ બોલે ત્યાં ઝૂકતા ન થાઓ. અહીં પણ ભગવાનની આજ્ઞા ન દેખાય તે મને મૂકીને પણ ચાલતા થશે. તમને લાગે કે અહીં ભગવાનના શાસનને અનુસરતું બેલાય છે તે જ સાંભળજે, નહિ તે ખુલ્લંખુલ્લા કહે છે કે અમે સાંભળવા તૈયાર નથી. બાહ્ય સંગે પણ શું કામ કરે છે?
શ્રી શ્રેણિક મહારાજા શ્રી અરિહંતદેવના, શ્રી અરિહંતપદના આરાધક. શ્રી અરિહંત પરમાત્માના ગુણે જ્યાં દેખે ત્યાંથી ગ્રહણ કરનારા. તેઓ એકદા ભગવાન શ્રી મહાવીરદેવને વંદન કરવા માટે, ચતુર ગી સેના સાથે જઈ રહ્યા છે. માર્ગમાં શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધ્યાનમાં ઊભેલા જોયા. સૂર્ય સામે દૃષ્ટિ કરીને મુનિ એક પગે ઊભા છે, ગ્રીષ્મ
તુ છે, મધ્યાહ્નકાળ છે, પરસેવે નીતરી રહ્યા છે, ધ્યાનમાં એકાગ્ર છે. ચતુરંગી સેના આગળ બે પદારે ચાલી રહ્યા હતા. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ગુણ પ્રમાણે નામે આપી ઓળખાવ્યા છે : સુમુખ અને દુર્મુખ. અનુપમ શાસન !
જૈનશાસનમાં વસ્તુને જેવી હોય તેવી જ ઓળખાવાય છે. આ શાસન તે અનુપમ છે. જો તમે બરાબર વિચારશે તે અત્યારે દુનિયામાં જે કાંઈ બની રહ્યું છે તે આ કથામાંથી નીકળશે. સુમુખ
ટામાં ઊભે ન રહે. બેલિવું પડે તે સાચું, સારું અને કલ્યાણકારી જ બેલે. દુર્મુખની જાત જુદી. એનાથી બોલ્યા વિના રહેવાય નહિ. પછી તેમાં સાચું, બટું કે સારું, ખરાબ જેવાનું નહિ. મુનિને જોઈ દુર્મુખ બોલ્યા કે “જોયા મુનિને !” સુમુખે કહ્યું – “વાહ ! કેવા મુનિ! ધન્ય છે એમના ત્યાગ અને તપને કેવું સુંદર ધ્યાન ધરે છે?” ત્યાં તે દુર્મુખ કહે છે – “ધૂળ પડી એના ધ્યાનમાં! ધિક્કાર છે એના ત્યાગ અને તપને! દૂધ પીતા બાળકને ગાદી સેંપી ભાઈબંધ ચાલી નીકળ્યા. મંત્રીઓ બાળકને ખતમ કરવાની તૈયારીમાં છે. આ તે વંશને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org