________________
पुरुषविश्वासे वचनविश्वास
શ્રાવક ન હોય તેની પાસે આવી વાત કરજે. તારા જેવા કંઈક પતિ તેને જોઉં તે યે ભગવાન શ્રી મહાવીરના બધા મુનિએ આવા છે એ વાત ન માનું. ચાલ, વેષ છેડીને રવાના થઈ જા. તમને આવું મારાપણું છે? મારા પ્રભુ ! મારા ગુરુ ! મારું શાસન ! આવું કાંઈ ખરું ? બંગલા, બગીચા. સ્ત્રી-છોકરાં, પેઢી, હવેલી, આ બધામાં મારાપણું માની બેસી ગયા છે. એમાં કયાંય કાંકરી પણ પડે તે આકળવિકળ થઈ જાઓ છે અને અહીંની વાતમાં પૂરી શાંતિ રાખી શકો છો એ શાથી? આજે દુનિયાના રોગાનમાં આ દેવ, ગુરુ, ધર્મ અને આગની જેટલી છેડતી તમારા દેખતાં થઈ રહી છે તેટલી છેડતી તમારી જાતની થાય તે શું કરે? એ કહે – જ્યાં સહેવાનું ત્યાં ધમાધમ અને જ્યાં નહિ સહેવાનું ત્યાં ઉપેક્ષા, એ ઊંધે ન્યાય નથી? દુનિયામાં હજારો મનુષ્ય હિંસા કરી રહ્યા છે. ચોરી, લુચ્ચાઈ, બદમાશી, પ્રપંચ વગેરેને સુમાર નથી, એ બધાની તમને દયા નથી આવતી અને આ પાંચ મહાવ્રતધારીઓની દયા આવે છે, એ તમારી દયા કઈ જાતની ? કઈ દાન દે ત્યાં એમ થાય કે બીચારાની કથળી ખાલી થઈ જશે, કઈ શીલ પાળે તે એમ થાય કે આ યુવાન વયે આટલી ભેગસામગ્રી વચ્ચે આવે ત્યાગ હોય? કઈ તપ તપે તે એમ થાય કે બીચારો વિના કારણ ભૂખે મરી જશે. અને કોઈ દીક્ષા લે તે એમ થાય કે આ વિજ્ઞાનના યુગમાં વળી ઓધા શા ? આ યુગમાં તે હવાઈ જહાજેમાં ઉડવાનું વાજબી મનાય અને ઘા લેવા એ મોટો ગુને મનાય, પણ હું કહું છું કે એ તમારાં હવાઈ જહાજે તે એટલાં ખતરનાક છે કે બેઠા પછી જીવતા આવ્યા તો ભાગ્યશાળી ! માટે એવા જીવનના સોદા ન લે. થોડા સમયની મજ ખાતર આ માનવજીવન હેડમાં ન મુકાય. ઝુકવું હોય તે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આગળ yકે, બાકી બીજી પ્રપંચબાજીમાં ન ઝુકે. દુન્યવી પદાર્થોના નાશ સમયે, શરીરના નાશ સમયે શાંતિ જાળવે તે ધર્મ છે, પણ ધર્મના નાશ સમયે ખોટી શાંતિના પાઠ ન ભણે. એવી શાંતિની દાંભિક વાત કરનારાઓની આ શાસનમાં કદી મુક્તિ થઈ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org