________________
૨૬૪]
જીવન–સાફલ્ય દર્શન-૧
કેણે ઊભી કરી ? જૈનકુળમાં જન્મેલાઓને, જૈન સાધુના કલ્યાણકારી આચાર, વિચાર, કિયા જાણનારાઓને ફસી જવાય એવું શાથી લાગે છે? જેને આ બધું રુચે તે ભેળા અને ફસી ગયેલા કેમ લાગે છે ? વિચાર તે કરે કે ભેળાઓ પણ ફસે ક્યાં ? જ્યાં માલપાણી, પૈસા કે મજશેખ મળતાં હોય ત્યાં. અહીં તે એમાંનું કશું નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના મૂળમાં જ જ્યાં ત્યાગ છે ત્યાં લલચાવાની કે ફસાવાની વાત જ ક્યાં રહે છે?
મારાપણું શેમાં માન્યું છે ?
તમે ફલાણા, અમુક બાપના જ દીકરા, એ તમે જ્ઞાનથી જાણ્યું કે કેઈન કહેવાથી ?
સભા કહેવાથી
ત્યાં દુનિયાના સ્વાથી સગાંસંબંધીઓ પર જેટલે વિશ્વાસ છે તેટલો આ આગમના કહેનારા ઉપર કેમ નહિ? આગમોના વિષયમાં વાતે વાતે શંકા કેમ? મા, બાપ, બેન, ભાઈ વગેરે સંબંધી ઉપર કઈ સંભવિત આક્ષેપ કરે તે પણ તેની સામે લડવા તૈયાર થઈ જાઓ અને કઈ તમારા સાધુ ઉપર–સાચા ખોટા આક્ષેપ કરે તે ઠંડે કલેજે સાંભળી લે. ઉપરથી બોલે કે “કાંઈક હશે ત્યારે કહેતા હશે” એ તમારું જૈનપણું કેવું ? તમારી ધમપણાની ભાવના કેવી ? એ વિચારે.
શાંતિની દાંભિક વાત છેડે.. શાસનને પોતાનું માને
શ્રી શ્રેણિક મહારાજાને દેવતાએ માછલાં પકડતે મુનિ બતાવ્યો. એ જોઈ શ્રી શ્રેણિક મહારાજાને આઘાત થશે. વિચારે છે કે આ મુનિવેષને લજાવે છે. તેની પાસે જઈને કહે છે કે આ શું કરે છે ? પેલો કહે છે કે હું એક જ કાંઈ આ નથી કરતે, મહાવીરના બધાયે મુનિઓ કરે છે. ત્યારે શ્રી શ્રેણિક મહારાજા કહે છે કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org